4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન???

Bid-Nanded-Lockdown-લોકડાઉન
Bid-Nanded-Lockdown-લોકડાઉન

લોકડાઉન રિટર્ન..!

Subscribe Saurashtra Kranti here

કોરોનાનો ફુંફાડો: મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં ૪ એપ્રિલ સુધી જડબેસલાક લોકડાઉન

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, મહારાષ્ટ્ર, ગુજરાત, મપ્ર, પંજાબ અને કર્ણાટકમાં કોરોની બીજી લહેરનું આક્રમણ, ચાલુ વર્ષે પ્રથમવાર એક જ દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા

આંતરરાષ્ટ્રીય ઉડાનો પર સરકારે પ્રતિબંધ ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યા

દેશના અનેક રાજ્યોમાં કોવિડ ૧૯ના કેસ રોકેટ ગતિથી વધી રહૃાા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલાત ચીતાજનક છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૪૭ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે સતત આકરા પહલા લઈ રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના નવા ૪૭,૨૬૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોનાના કેસનો આંકડો ૧,૧૭,૩૪,૦૫૮ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૧૨,૦૫,૧૬૦ લોકો સાજા થયા છે અને ૩,૬૮,૪૫૭ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૭૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૧,૬૦,૪૪૧ થયો છે. કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૫,૦૮,૪૧,૨૮૬ લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને ૩૦ એપ્રિલ સુધી વધારી દીધા છે.

આઇસીએમઆર મુજબ જે ૨૭૫ લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી ૧૩૨ મોત મહારાષ્ટ્રમાં, ૫૩ પંજાબમાં, ૨૦ છત્તીસગઢ અને ૧૦ મોત કેરળમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૫૮૯ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગયા વર્ષે ૧૧ નવેમ્બર પછી કોઇ એક જ દિવસે પ્રાપ્ત થયેલા સૌથી વધુ કેસ છે. મૃત્યુની વાત કરીએ તો ગયા વર્ષે ૩૦ ડિસેમ્બર પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ૩૦ ડિસેમ્બરે, કોરોના સંક્રમણને કારણે ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. છેલ્લા બે દિવસની તુલનામાં, મૃત્યુઆંકમાં આ મોટો ઉછાળો છે.

મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં કોરોનાના સતત વધતાં કેસને લઈને વહીવટી તંત્ર દ્વારા આગામી ૨૬ માર્ચથી લઈ અને ૪ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ સમય દરમિયાન કડક લોકડાઉનનું પાલન કરવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેના કારણે કોરોનાના સંક્રમણની ચેઈનને તોડી શકાય.

Read About Weather here

જિલ્લાધિકારી તરફથી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન મેરેજ હોલ, હોટલ બંધ રાખવામાં આવે છે. તમામ પ્રાઈવેટ ઓફિસો પણ બંધ રાખવામાં આવશે. કરિયાણા, દૃૂધ અને મેડિકલ સહિત જરૂરી સેવાઓ ચાલુ રહેશે. જિલ્લાની તમામ શાળાઓ, કોલેજ બંધ રાખવાના આદેશ અપાયા છે.
ભારત સરકાર મોટાપાયે કોરોના વાયરસ રસીકરણ અભિયાન ચલાવી રહી છે જેના કારણે અત્યાર સુધી ૫ કરોડ ૮ લાખ ૪૧ હજાર ૨૮૬ લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. કોરોનાના વધતા કેસોને જોતા ભારત સરકારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના બધા લોોકને વેક્સીન આપવાનુ એલાન કર્યુ છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કોરોનાને કાબૂમાં લેવા માટે પોતાની રીતે નિયંત્રણો મૂકવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના એડિશનલ હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં હોળી, ઈસ્ટર, ઈદ જેવા તહેવારો આવી રહૃાા છે. આ દરમિયાન ભીડ ભેગી ના થાય તે સુનિશ્ર્ચિત કરવા સરકારો સ્થાનિક સ્તરે નિયંત્રણો મૂકી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here