રાજકોટમાં ફેમિલી કોર્ટના રજીસ્ટ્રારને કોરોના, 31 માર્ચ સુધી કોર્ટ બંધ

rajkot-family-court-કોરોના
rajkot-family-court-કોરોના

Subscribe Saurashtra Kranti here

અદાલતી કાર્યવાહી માંડ શરૂ થઇ ત્યાં કોરોનાએ દેખા દેતા વકિલો અને અરજદારોમાં ફફડાટ

શહેરમાં વધતા સંક્રમણ સામે તંત્ર સજાગ, કેન્સર અને વીમા કામદાર હોસ્પિટલમાં કોરોના બેડ ઉભા કરાશે
રાજકોટ શહેરમાં કોવીડના વધતા જતા સંક્રમણને કારણે નવી કોવિડ સારવાર હોસ્પિટલો ઉભી કરવાનું મનપા અને આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહયું છે. વધારાના બેડ ઉભા કરવામાં આવશે. રાજકોટમાં આવેલી ફેમિલી કોર્ટના રજીસ્ટ્રારને કોવીડનો ચેપ લાગ્યો છે. એમના આખા પરીવારને કોવીડ લાગુ થયો હોવાનું જાહેર થયું છે. જેના પગલે ફેમિલી કોર્ટ 31મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. અદાલતની કાર્યવાહી હમણા માંડ માંડ શરૂ થઇ છે. ત્યાં અદાલતમાં ફરી કોવીડ મહામારીએ એન્ટ્રી કરતા વકીલો અને આવનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

રાજકોટ ફેમિલી કોર્ટમાં તાત્કાલીક સેનેટાઇઝન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. રજીસ્ટ્રારની ચેમ્બર બંધ કરી દેવામાં આવી છે. એમના આખા પરીવારને સારવાર આપવામાં આવી રહી છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા તાકિદ કરવામાં આવી છે.

Read About Weather here

દરમ્યાન રાજકોટમાં કોવીડની વધતી જતી ગતીને ધ્યાનમાં રાખી મનપા અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે વધારાના બેડ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં કેન્સર હોસ્પિટલ અને વીમાકામદાર હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટેના બેડ ઉભા કરવામાં આવશે. તેમ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here