રસીકરણ : તમામ ભિક્ષુકો, નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોનું રસીકરણ

INDIA-VACCINATION-રસીકરણ
INDIA-VACCINATION-રસીકરણ

Subscribe Saurashtra Kranti here

કોઇપણ પુરાવા વિના રસીકરણ કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય, કોઇ પુરાવા વિના જ કોરોના વેક્સિન અપાશે

ગુજરાતમાં તમામ ભિક્ષુકગૃહો, વૃધ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા તમામનું કોઇ પુરાવા વિના રસીકરણ કરવામાં આવશે. એવી મહત્વપુર્ણ ઘોષણા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા તમામ ગૃહોમાં રહેનારા લોકોને આધાર કે અન્ય કોઇપણ કાર્ડના પુરાવા ન હોય તો પણ કોરોના રસી અપાશે.

રૂપાણીએ આ મહત્વની જાહેરાત કરવા સાથે એવું પણ જાહેર કર્યુ હતું કે, 45થી વધુની વયના કોમોરબીડ લોકોનું પણ પુરાવા વિના રસીકરણ કરવામાં આવશે. વેક્સિનેશનના મામલે આ ખુબ જ મોટો નિર્ણય છે. ઉપરાંત આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્કોનું પણ આધાર કે કોઇપણ પુરાવા વિના વેક્સિનેશન કરવામાં આવશે.

Read About Weather here

તેમણે કહયું હતું કે, રાજયમાં અત્યાર સુધીમાં 39 લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. પહેલા ડોઝમાં 33 લાખ અને બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું. અત્યારે રાજયમાં રિકવરી રેઇટ ઘટી ગયો હોવાનું કબુલ કરતા મુખ્યમંત્રીએ કહયું હતું કે, એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. અત્યારે કુલ 73 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને રાજયમાં 7847 એક્ટિવ કેસ છે. કુલ મૃત્યુઆંક 4454 થયો છે. તેમણે ઉર્મેયુ હતું કે, દર્દીઓ માટે તમામ હોસ્પિટલમાં પુરતી પથારીઓ છે. દવાઓ અને વેક્સિન પણ પુરતા પ્રમાણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here