જાણો જિમ બંધ કરાવતા સંચાલકો એ શું કર્યું???

surat-jim-જિમ
surat-jim-જિમ

જિમ બંધ કરાવતા સંચાલકોએ રસ્તા પર કસરત કરી વિરોધ કર્યો

Subscribe Saurashtra Kranti here

જિમના સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

એક તરફ કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો ઉછાળો આવતા સુરતમાં જિમ ફરી એકવાર બંધ કરાવી દેવાતા જિમના સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્રના આ નિર્ણયનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આજે શહેરના જિમ સંચાલકો તેમજ ટ્રેનરો એસએમસીની ઓફિસ સામે ઉમટી પડ્યા હતા, અને રસ્તા પર જ કસરત કરીને જિમ શરુ કરવાની પરવાનગી આપવા માટે ડિમાન્ડ કરી હતી.

જીમ સંચાલકોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે તેમને પણ નિર્ધારિત ગાઈડલાઈનને આધિન ખૂલ્લા રાખવા માટે મંજૂરી આપવી જોઈએ. જીમથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે ત્યારે કોરોનાના નામે જીમ બંધ કરાવી દેવા યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મહિનાઓ પહેલા જ માસ્ક, સેનેટાઈઝર તેમજ ડિસ્ટન્સની શરત સાથે જીમને ખોલવા માટે મંજૂરી આપી દીધી હતી.

ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના આવ્યો ત્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ જીમ પણ બંધ હતા, જેને મહિનાઓ બાદ ખોલવાની મંજૂરી મળી હતી. લાંબો સમય બંધ રહૃાા બાદ પણ કોરોનાના ડરને કારણે જિમમાં આવનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. તેવામાં ધંધો ચલાવવો મુશ્કેલ થઈ જતાં જીમ સંચાલકોની હાલત કફોડી બની છે. માત્ર સુરત જ નહીં, રાજ્યના અનેક શહેરોમાં આવેલા ઘણા જીમને તાળાં વાગી ચૂક્યા છે.

Read About Weather here

કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં પણ જીમ ખોલવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ માર્ચ મહિનામાં રાજ્યમાં ફરી કોરોનાની કેસોમાં અચાનક વધારો થવાનું શરુ થયું છે. રાજ્યમાં હાલ એવી સ્થિતિ છે કે રોજેરોજ રેકોર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહૃાા છે, તેમાંય સુરતની હાલત સૌથી ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આઠ મહાનગરોમાં સ્કૂલો, ટ્યૂશન ક્લાસ તેમજ સ્વિમિંગ પૂલ અને જીમ બંધ કરાવી દેવાયા છે. આ સિવાય બાગ-બગીચા જેવા જાહેર સ્થળો પર પણ લોકોને પ્રવેશવાની મનાઈ કરી દેવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here