લે બોલો….ટીમ પહોંચે તે પહેલા જ ખનીજચોરો ગુમ…!

RAJKOT-ખનીજચોરો
RAJKOT-ખનીજચોરો

Subscribe Saurashtra Kranti here

ડ્રોન ઉડાડતા જ નદીમાં થતી ખનીજચોરો ની ટીમ નજરે પડી

રાજકોટ તાલુકાના રફાળા ગામની સીમમાં આવેલી નદીમાં રેતીચોરો(ખનીજચોરો) બેફામ બન્યા છે, ત્યાં લાખો ટન રેતીનો સટ્ટો કરીને વેચનારાઓ પર દિવ્ય ભાસ્કર અને કલેક્ટર તંત્રની સંયુક્ત રેડ થતા સપ્ટેમ્બર માસમાં પોલીસ કોન્સ્ટેબલના ભાઈ સહિતના શખ્સો રેતીચોરીમાં સંડોવાયેલા ખુલ્યા હતા તે જ સ્થળેથી વધુ એક વખત ખનીજચોરી પકડાઈ છે જેથી પોલીસની કામગીરી વધુ એક વખત વિવાદમાં આવી છે.

રફાળા ગામ પાસે જતા જ નદીમાંથી રેતી કાઢીને સરકારી ખરાબામાં ઢગલા કરીને ટ્રક ભરવાનો સિલસિલો ફરી એક વખત ચાલુ થયો છે. દરરોજ રાત્રીના સમયે રેતીચોરી થતી હતી પણ પોલીસે કોઇ કાર્યવાહી જ ન કરતા ખનીજચોરો બેફામ બન્યા હતા અને હવે તો સવારથી જ રેતી કાઢવાનું શરૂ કરી દીધું હતું.

Read About Weather here

સોમવારે રફાળામાં રેતીચોરી થતી હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગની ડ્રોન સર્વેલન્સની ટીમ સ્થળ પર જવા રવાના થઈ હતી પણ ખનીજચોરોએ અધિકારીઓ અને કર્મચારીઓ પાછળ પોતાના બાતમીદારો રાખ્યા હોવાથી ટીમ પહોંચે તે પહેલા જ લોડર લઈને ખનીજચોર ફરાર થઈ ગયા હતા. જોકે ડ્રોને ઉડાન ભરી તો ત્યાં નજીકમાં જ કાંટાળી વાડ પાસે ટ્રેક્ટર તેમજ સટ્ટો કરવા માટે ચાળણો મળી આવ્યો હતો જેને જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી આરંભી હોવાનું ભૂસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેરે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here