રાજકોટમાં બેફામ બનતો જતો કોરોના, સતત ચોથા દિવસે સદીનો આંક વટાવતા કેસ : 6 મોત

RAJKOT-CORONA-રાજકોટ
RAJKOT-CORONA-રાજકોટ

Subscribe Saurashtra Kranti here

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 226 પોઝિટિવ કેસ, એકલા રાજકોટમાં 130, ભાવનગરમાં 34, જામનગરમાં 25 કેસ

હોળી-ધુળેટી, શબ્બેબરાત અને રમઝાન જેવા તહેવારો સમયે જ સર્જાતી મોકાણ

રાજકોટ મેડિકલ કોલેજના વધુ 4 વિદ્યાર્થીઓને કોરોના, આફ્રીકાથી આવેલા એક વિદ્યાર્થીનું સિવિલમાં મૃત્યુ

જયારે જયારે તહેવારો નજીક આવે છે. ત્યારે ત્યારે કોરોનાની મહામારી ફરીથી આતંક મચાવવા લાગે છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં વધુ ફુફાડો માર્યો છે અને નવા કેસોની રફતાર એકદમ વધી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 226 પોઝિટિવ કેસો નોંધાયા હતા. એ પૈકી એકલા રાજકોટમાં 130 નવા કેસો નોંધાતા સ્પષ્ટ બન્યું છે કે, રાજકોટમાં 2020ની જેમ કોરોના મહામારી બેકાબુ બની ગઇ છે અને તાંડવ મચાવી રહી છે. આજે ગુજરાતમાં કુલ 7 મોત થયા એ પૈકીના 6 મોત રાજકોટ કોવિડ હોસ્પિટમાં નોંધાયા છે.

શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી નવા કેસો બહાર આવી રહયા છે તેના કારણે શહેરમાં ટેસ્ટીંગ માટે અલગ-અલગ જગ્યાએ સૌથી વધુ ટેસ્ટીંગના કીઓસ્કર ઉભા કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધુને વધુ ફેલાઇ રહયું છે. આજે મેડિકલ કોલેજના વધુ 4 વિદ્યાર્થીઓને કોરોના લાગુ પડયાનું નોંધાયું હતું. બીજી એક કરૂણ ઘટનામાં મારવાડી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને કોરોના સબબ સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં આ વિદેશી વિદ્યાથીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાનું નોંધાયું હતું. જાણવા મળ્યા મુજબ આ વિદ્યાર્થી આફ્રીકાથી અભ્યાસ કરવા માટે અહીં આવ્યો હતો. મેડિકલ કોલેજમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પણ મેડિકલના એમબીબીએસના 11 વિદ્યાર્થીઓને કોરોના થયો હતો.

રાજકોટમાં સમી સાંજથી વાતાવરણ સુનકાર થઇ જાય છે. 2020ના જનતા કફર્યુનું પુનરાગમન થઇ રહયું હોય તેમ લોકો વહેલા ઘરભેગા થઇ જાય છે. રાત્રે 10 થી તો નાઇટ કફર્યુ પણ શરૂ થઇ જાય છે. પણ લોકો સમી સાંજથી ઘર તરફ ડોટ મુકવા લાગે છે. રાત્રે સડકો સુનકાર થઇ જાય છે લત્તાઓમાં સનાટો છવાઇ જાય છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં નોંધાયેલા 226 પૈકી રાજકોટમાં 130, ભાવનગરમાં 34, જામનગરમાં 25, કચ્છમાં 10, જૂનાગઢમાં 9, મોરબીમાં 9, અમરેલીમાં 7, ગીર સોમનાથમાં 4 કેસો નવા નોંધાયા હતા. રાજકોટ શહેરમાં કોરોનાના ફરીથી વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી દૈનિક ટેસ્ટીંગ અને ટ્રેસીંગની સંખ્યા વધારવામાં આવી છે. લોકોને શનિ-રવિ પણ રસી આપવામાં આવશે. 50 થી ઉપરની વયના લોકોને બીજા રોગો હોય કે ન હોય રસીકરણ કરાવી લેવા કલેકટર તંત્ર અને મનપા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here