આજે 22 માર્ચ, જનતા કફર્યુને એક વર્ષ પૂર્ણ : ફરી ઠેરના ઠેર

JANTA-CURFUE-કફર્યુ

Subscribe Saurashtra Kranti here

નાઇટ કફર્યુ તથા દિવસની પ્રવૃતિઓ પર નિયંત્રણોના દિવસો પાછા આવ્યા

આશાના તાંતણે ઝૂલતા લોકો : બસ અગલે મોડ પર સુકુન હોગા, ચલ જીંદગી થોડા ઔર ચલેં

એમ્બ્યુલન્સની ચીચીયારીઓ ફરી શરૂ, જનતામાં સન્નાટો, પર્વની ઉજવણી અને રોનક પર કોરોનાનો પંજો

અચાનક દુ:ખના દહાડા પાછા આવ્યા, કોવિડ પથારીઓમાં ફરી વધારો, નવા નવા નિયંત્રણો
કોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે જનતા કફર્યુ લાગુ કરવામાં આવ્યો એ કદી ન ભુલી શકાય એવા દિવસને આજે બરાબર એક વર્ષ પુરૂ થઇ ગયું છે. આજે 22 માર્ચ છે એટલે એક વર્ષ પહેલા આપણે જીવનમાં પહેલીવાર જ કદી ન થયા હોય એવા કડવા અનુભવો થયા એ પગલાને આજે 22 માર્ચે બરાબર એક વર્ષ પુરૂ થઇ ગયું છે. છતાં કમનસીબે આપણે ફરી ઠેરના ઠેર આવીને ઉભા રહી ગયા છીએ. કેમ કે, કોરોનાના બીજા લહેરનો ઉત્પાત આપણને 2020ની પરિસ્થિતિ અને માહોલમાં ધકેલી રહયો છે. એ જુના દિવસો જેને આપણે ભુલવા માંગતા હતા તેનું દુ:ખ સાથે પુનરાગમન થઇ રહયું છે.

નાઇટ કફર્યુ તથા દિવસની પ્રવૃતિઓ પર નિયંત્રણોના દિવસો પાછા આવ્યા છે. બંધ પડી ગયેલી કે પડવા આવેલી કોવિડ હોસ્પિટલો માં ફરીવાર કોરોના દર્દીઓથી પથારીઓ ભરાઇ રહી છે. એમ્બ્યુલસોની ચીચીયારીઓ ફરી કાનના પડદા ફાડવાનું કામ કરી રહી છે. સમાજ જીવવના અંગ સમાન તહેવારો અને પર્વની રંગત પર કોરોનાએ અંધકારના ઓળા ઉતારી દીધા છે.

Read About Weather here

જન જીવનમાં ફરી એકવાર ભય, ઉચાટ, ચિંતા અને ઉદાસીનુમોજુ ફરી વળ્યું છે. આ દ્રશ્યો આપણે 2020માં પુરેપુરા જોયા અને એક જ વર્ષમાં ફરીવાર એ દિવસોએ પુરા વેગ સાથે પુનરાગમન કરી જનજીવનને ઉદાસીની ગરકામાં ધકેલી દીધુ છે. લોકો દુઆ પ્રાર્થના કરવા લાગ્યા છે. તેઓ જેને માનતા હોય તેની સામે ખોરો પાથરીને સુખાકારી, શાંતી અને દ્રિર્ધા આયુની માનતાઓ માની રહયા છે. ટુંકમાં કહીએ તો કોરોનાના પહેલા રાઉન્ડ પછી એક વર્ષમાં આપણે ઠેરના ઠેર આવીને ઉભા રહી ગયા છીએ. હવે ઇશ્ર્વર, અલ્લાહ અને ઇશુ પાસે પ્રાર્થના કરવા સીવાય કોઇ છુટકો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here