વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

AHEMDABAD-BUILDER-SUICIDE-વ્યાજખોરો
AHEMDABAD-BUILDER-SUICIDE-વ્યાજખોરો

Subscribe Saurashtra Kranti here

વ્યાજખોરોએ અવારનવાર ધમકીઓ આપી

દાણીલીમડા વિસ્તરમાં બે વ્યાજખોરોએ એક બિલ્ડરની મિલકતો પચાવી પાડી હતી અને અવારનવાર ફોન ઉપર વધુ રૂપિયા માંગી તેને ધમકી પણ આપતા હતા. આ બિલ્ડરે ૫૦ લાખ રૂપિયા કન્સ્ટ્રકશનની સાઈટમાં જરૂર પડતા વ્યાજે લીધા હતા. જોકે વ્યાજ સાથે રકમ પરત કરી દીધી હોવા છતાં વધુ પૈસાની માગણી કરીને વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહેતા બિલ્ડરે દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના દાણીલીમડામાં આવેલા શીતલ લેટમાં રહેતા ઝાકીર હુસેન કુરેશી બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં બોમ્બે હોટેલ ખાતે રોશન રેસિડેન્સી નામની લેટની સ્કીમ ચાલુ કરી હતી. જે સ્કીમ માટે પૈસાની જરૂર પડતાં તેણે પોતાના મિત્ર રસીદ ખાનને વાત કરી હતી અને રસીદખાને તેની મુલાકાત લિયાકત મિર્ઝા અને ઇકબાલ ખાન સાથે કરાવી હતી. આ બંને વ્યક્તિઓએ પૈસા વ્યાજે આપવાની તૈયારી બતાવી હતી. ઝાકીર હુસેને ઈકબાલ ખાન પઠાણ પાસેથી ૫૦થી ૬૦ લાખ જેટલી રકમ વ્યાજ પર લીધી હતી. જે રકમ વ્યાજ સાથે ચૂકવી પણ આપી હતી. પણ આ ઈકબાલ પઠાણ પૈસાની લાલચમાં ઝાકીર હુસેન પાસે બીજા ૨૫થી ૩૦ લાખ વધારે માગતો હતો. ઝાકીર હુસેને લિયાકત મિર્ઝા પાસેથી ટુકડે-ટુકડે ૧૬ લાખની રકમ વ્યાજે લઈ પૈસા ચૂકવી દીધા હતા.

Read About Weather here

ત્રણેક વર્ષથી આ બંને શખ્સો કે જે વ્યાજખોર છે તેઓએ અવારનવાર ધમકીઓ આપી ઝાકિર હુસેનની મિલકતો પચાવી કબજો કરતા આ અંગે તેણે બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here