શ્રીલંકાના આ પ્લેયર પર મેચ ફિક્સિગંના આરોપમાં લાગ્યો થયો 6 વર્ષનો પ્રતિબંધ

શ્રીલંકા પ્લેયર
શ્રીલંકા પ્લેયર

શ્રીલંકાની ટીમના બોલિંગ કોચ તરીકે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ૨૦૧૮ માં આરોપ મૂકાયો હતો

શ્રીલંકાના ભૂતપૂર્વ ઝડપી બોલર અને કોચ નુવાન ઝોએસાને મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવા અને શંકાસ્પદ ભારતીય બુકીઓની ભ્રષ્ટ ઓફરનો ખુલાસો ન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના માટે તેના પર તમામ પ્રકારના ક્રિકેટ પર છ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અનુસાર ડાબોડી ઝડપી બોલર જોએસા પરનો આ પ્રતિબંધ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ની શરૂઆતી તારીખથી અમલમાં આવ્યો, જ્યારે તેમને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આઈસીસીના ઇન્ટિગ્રેટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે પ્રકાશનમાં જણાવ્યું હતું કે, તેણે રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે આદર્શ સ્થાપિત કરવાની જરૂર હતી. તેના બદલે તે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં લપસીને અને અન્ય લોકોને પણ તેમાં સામેલ કરવાનો પ્રયાસ કરીને ભ્રષ્ટ થઈ ગયો. તેમણે કહૃાું, મેચ ફિક્સિગં એ રમતના સિદ્ધાંતો સાથેની છેતરપીંડી છે. તે અમારી રમતમાં તેને સહન કરવામાં નહીં આવે.

Read About Weather here

શ્રીલકા માટે ૩૦ ટેસ્ટ અને ૯૫ વનડે મેચ રમનાર ૪૨ વર્ષીય જોએસા પર ૨૦૧૭માં યુએઈમાં આયોજિત ટી ૧૦ ટૂર્નામેન્ટ દરમિયાન શ્રીલંકાની ટીમના બોલિંગ કોચ તરીકે ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ૨૦૧૮ માં આરોપ મૂકાયો હતો. જોએસા આ પહેલા શ્રીલંકા એ ટીમનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here