લોર્ડઝ પર ભારતનો ઐતિહાસિક ટેસ્ટ વિજય

લોર્ડઝ પર ભારતનો ઐતિહાસિક ટેસ્ટ વિજય
લોર્ડઝ પર ભારતનો ઐતિહાસિક ટેસ્ટ વિજય

બીજા ટેસ્ટ મેચમાં સીરાજ, બુમરાહનાં ઝંઝાવાત સામે ઇંગ્લેન્ડનો ઢાળિયો: 151 રને વિજય મેળવી ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું

લોર્ડઝનાં મેદાન પર રમાયેલા વર્તમાન ટેસ્ટ શ્રેણીના બીજા ટેસ્ટ મેચમાં આખરી દિવસે ભારતીય ઝડપી ગોલંદાજોની આગ ઝળતી બોલીંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડને 151 રને પરાસ્ત કર્યુ હતું અને આ રીતે ક્રિકેટના લોર્ડઝ કાસી ગણાતા મેદાન પર ભારતીય ટીમે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં આ રીતે ભારત 1-0થી આગળ થઇ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજા ટેસ્ટ મેચમાં મોહમદ સીરાજે 4, બુમરાહે 2, ઇશાન્ત શર્માએ 2 અને શમીએ 1 વિકેટ લઇ છેલ્લા દિવસના છેલ્લા બે ક્ષત્રમાં ઇંગ્લેન્ડને બીજા દાવમાં માત્ર 120 રનમાં પેવેલીયન ભેગુ કરી દીધુ હતું અને અભુતપૂર્વ રોમાન્ચક ઢબે વિજય હાશલ કર્યો હતો. ભારતની આ યાદગાર જીતને ક્રિકેટ બોર્ડ તથા પૂર્વ ટેસ્ટ ખેલાડીઓએ વધાવી લીધી હતી.

શમીએ બોલીંગની સાથે બેટીંગમાં પણ ચમતકાર કરીને અભુતપૂર્વ ભવ્ય અર્ધસદી ફટકારી હતી જેના કારણે ભારતે નોંધપાત્ર સરસાય મેળવી હતી. શમી અને બુમરાહ વચ્ચે 9મી વિકેટની 102 રનની અખુટ ભાગીદારીએ ઇંગ્લેન્ડના બોલરોને હતાસ કરી નાખ્યા હતા. ઇંગ્લેન્ડને છેલ્લા દિવસે 60 ઓવરમાં વિજય માટે 272 રનનો પડકાર ભારતે ફેંકયો હતો.

Read About Weather here

પણ સીરાજ, બુમરાહ, ઇશાન્ત અને શમીએ નિરજીવ વિકેટ પર તોફાની બોલીંગનું વાવાઝોડુ સર્જી ઇંગ્લેન્ડના બીજામાં માત્ર 120 રનમાં કડુસલો કરી નાખ્યો હતો અને ભારતને વિજયની ભેટ ધરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, સહેવાગ, લક્ષ્મણ, ઇરફાન પઠાણ, રૈના, મોહમદ ખેફ, વસીમ જાફર વગેરેએ ભારતના દેખાવથી ભારે આનંદની લાગણી વ્યકત કરી હતી અને ટીમને અભિનંદન આપ્યા હતા અને લોર્ડઝ પરના ઐતિહાસીક વિજયને વધાવી લીધો હતો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here