ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન  

ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન  
ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન  
ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટની સામે કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડ્યા પછી ડેવોન કોનવે અને હેનરી નિકોલસે ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 106 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓપનર ડેવોન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 100 બોલમાં 138 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં હીરો શાર્દૂલ ઠાકુર રહ્યો હતો. તેણે માત્ર 9 બોલની અંદર ગેમ પલટી દીધી હતી. શાર્દૂલે તેની ચોથી અને પાંચમી ઓવર, એમ બે ઓવરની અંદર જ 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ, જ્યારે હાર્દિક અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી.

Read About Weather here

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડે મેચ જીતી લીધી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 90 રને હાર આપી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા વન-ડેમાં પણ નંબર-1 બની ગઈ છે. આ જીત સાથે જ ભારતના 114 પોઇન્ટ્સ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા વન-ડે ઉપરાંત T20માં પણ નંબર-1 છે, જ્યારે ટેસ્ટમાં બીજા નંબરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here