આઇપીએલ-2021ની શરૂઆતમાં જ CSK ને લાગ્યો મોટો દંડ!!!

CSK fined for slow over rate
CSK fined for slow over rate

આઇપીએલ-૨૦૨૧: CSKના કેપ્ટન ધોની પર સ્લો ઓવર રેટને લીધે લાગ્યો ૧૨ લાખનો દંડ

Subscribe Saurashtra Kranti here

આઇપીએલ ૧૪ની બીજી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ(CSK)ની ટીમને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચમાં કંઇ પણ સારું રહૃાું નહોતું. બેટિંગ કરવા ઉતરેલ ધોની ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ હારનો સામનો કર્યા બાદ ધોનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સીએસકેના કેપ્ટન પર સ્લો ઓવર રેટને લીધે ૧૨ લાખનું દંડ ફટકારવામાં આવ્યું છે.

ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ નક્કી સમયની અંદર ૨૦ ઓવર નાંખી શકી નહીં. જેના કારણે ધોની પર આ દંડ લાગ્યો છે. આઇપીએલ ૨૦૨૧માં CSK પ્રથમ ટીમ છે, જેની પર આ દંડ લાગ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆતને જોતાં ધોનીને માત્ર દંડ ફટકારીને છોડી દીધો છે. ચેન્નઇની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૮૮ રન કર્યા હતા. જેમાં સુરેશના રૈનાએ ૫૪ અને સેમ કરણે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું.

Read About Weather here

૧૮૯ રનના લક્ષ્યાંકની પીછો કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમને ધવન અને શોએ સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ૬૫ રન કર્યા હતા. શોએ ૨૭ બોલમાં ફિફટી પૂરી કરી હતી, જ્યારે દિલ્હીએ ૧૦.૧ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. શોએ ૭૨ રનની શાનદાર પારી રમી હતી. જ્યારે કેપ્ટન પંતે ૧૨ બોલમાં ૧૫ રન કરી ટીમને જીત અપાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here