WINTER WOW વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એકસ્પોનું ભવ્ય આયોજન

WINTER WOW વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એકસ્પોનું ભવ્ય આયોજન
WINTER WOW વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એકસ્પોનું ભવ્ય આયોજન

આવતીકાલથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે WINTER WOW વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એકસ્પોનું ભવ્ય આયોજન

એક્સ્પોનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા અને અન્ય મહાનુભાવોના હસ્તે : વેડિંગ ગારમેન્ટ્સ, વેડિંગ સાડી, ફેશન ગારમેન્ટ જ્વેલરી કોસ્મેટિક્સ, હોમ ડેકોર સહિતના 100 થી વધારે સ્ટોલ્સ

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે URA ORGANIZATION RAJKOT અને ફેબ ફેશન્સ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પાંચ દિવસે ગુજરાતનો સૌથી મોટો વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન આવતીકાલે મહાનુભાવોને હસ્તે થશે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રના શોપીંગ પ્રિય લોકોને લગ્ન તેમજ ઘર સજાવટની દરેક વસ્તુ એક જ જગ્યા પર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ વિન્ટર વાવ લાઈફ સ્ટાઈલ અને વેડિંગ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.આ WINTER WOW વેડિંગ અને લાઇફ સ્ટાઈલ એક્સ્પોનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટિલારા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા,રાજકોટના મેયર ડો. પ્રદીપ દવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર જૈમીનભાઇ ઠાકર, નેહલભાઈ શુકલ, સામાજીક અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, ગોવિંદભાઈ વરમોરા, સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાળા,યુવા ઉદ્યોગપતિ જયમીનભાઈ ચેતા, ઘનશ્યામભાઈ હેરમા, જગદીશભાઈ કોટડીયા,વિરાજ જાની સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ ઉપરાંત રવિવારના આમંત્રિત મહેમાનોમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટના પોલીસ કમિશનર રાજુભાઈ ભાર્ગવ, રાજકોટ કેતનભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. તેમ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here