રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનેટરી પોલિસી કમિટીની જૂનની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ક્રેડિટ કાર્ડ દ્વારા શ્ભ્ત્ ચુકવણીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરતા કરોડો લોકોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક સારા સમાચાર આપ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
હવે UPI દ્વારા માત્ર સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટથી જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરવું શક્ય બનશે.રિઝર્વ બેંક ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.તેની શરૂઆત RuPay ક્રેડિટ કાર્ડથી કરવામાં આવશે. બાદમાં માસ્ટરકાર્ડ અને વિઝા સહિતના અન્ય ગેટવે પર આધારિત ક્રેડિટ કાર્ડ માટે પણ આ સુવિધા શરૂ કરી શકાય છે. આનાથી તે લોકો માટે સરળતા રહેશે જેઓ જરૂર પડ્યે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડશે અથવા તેમાંથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ બંને સ્થિતિમાં લોકોએ વધારાની ફી અને ટેક્સ ચૂકવવો પડે છે.આ સાથે રિઝર્વ બેંકે સબસ્ક્રિપ્શન પેમેન્ટને પણ સરળ બનાવ્યું છે.
Read About Weather here
અગાઉ આવા વ્યવહારો માટે ૫૦૦૦ રૂપિયાની મર્યાદા હતી. હવે ઈ-મેન્ડેટ દ્વારા ૧૫,૦૦૦ રૂપિયા સુધીના વ્યવહારો કરી શકાશે. આરબીઆઇ ગવર્નર દાસે કહ્યું કે આ બંને પગલાં ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.પછી તે કોઈપણ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોય કે શાળાની ફી ભરવાનું હોય, ગેસનું બિલ હોય કે મોબાઈલ-બ્રોડબેન્ડ માટેનું માસિક બિલ હોય… રિઝર્વ બેંકે આવી રિકરિંગ પેમેન્ટ્સ માટે ઈ-મેન્ડેટ ફરજિયાત બનાવ્યું છે.ઈ-મેન્ડેટ ફરજિયાત બનાવ્યા બાદ રિઝર્વ બેંકે આવા વ્યવહારો માટે મર્યાદા નક્કી કરી છે. હવે આ મર્યાદા ૩ ગણી વધારી દેવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here