TRAIનો આદેશ હવે 28ને બદલે 30 દિવસની રિચાર્જ વેલિડિટી આપવામાં આવે

TRAIનો આદેશ હવે 28ને બદલે 30 દિવસની રિચાર્જ વેલિડિટી આપવામાં આવે
TRAIનો આદેશ હવે 28ને બદલે 30 દિવસની રિચાર્જ વેલિડિટી આપવામાં આવે
TRAIના આ ચૂકાદા બાદ હવે એવું માનવામાં આવે છે કે ગ્રાહકોને એક વર્ષમાં કરાવવા પડતા રિચાર્જની સંખ્યામાં ઘટાડો થશે. આ સંજોગોમાં ગ્રાહકોના એક મહિનાના વધારાના રિચાર્જના પૈસાની પણ બચત થશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોની તરફેણમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શુક્રવારે TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને મોબાઈલ રિચાર્જની વેલિડિટી 28 દિવસને બદલે 30 દિવસ આપવા આદેશ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે જ ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાનમાં હવે એક સ્પેશિયલ વાઉચર, એક કોમ્બો વાઉચર સંપૂર્ણ મહિનાની વેલિડિટી સાથે રજૂ કરવું પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કંપનીઓના વર્તમાન પ્લાનમાં 28 દિવસની વેલિડિટી હોય છે, જેને લીધે ગ્રાહકોને એક વર્ષમાં 13 વખત માસિક ધોરણે રિચાર્જ કરાવવું પડે છે. TRAI એ ટેલિકોમ કંપનીઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે,

જેમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછો એક પ્લાન વાઉચર, એક ખાસ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર લાવવાનું રહેશે, જેની વેલિડિટી 30 દિવસ હોવી જોઈએ. આ ઉપરાંત કંપનીને નોટિફિકેશનની તારીખથી 60 દિવસમાં આ નિયમોનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ટેલિકોમ કંપનીઓના વર્તમાન પ્લાનને લઈ TRAIને સતત ગ્રાહકોની ફરિયાદ મળી હતી. ગ્રાહકોનો આરોપ હતો કે વર્તમાન ટેલિકોમ કંપનીઓના ટેરિફની કિંમત સતત વધી રહી છે, જોકે વેલિડિટી ઘટી રહી છે. આ સંજોગોમાં એક્સ્ટ્રા રિચાર્જ કરાવવું પડે છે. આ સમયે રિલાયન્સ જિયો અને એરટેલના ગ્રાહકોની સંખ્યામાં ઘણો ઓછો વધારો થયો છે. એક અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રિલાયન્સ જિયોએ 17.6 લાખ ગ્રાહકને જોડ્યા હતા,

Read About Weather here

ત્યાર બાદ તેના કુલ ગ્રાહકની સંખ્યા 42.65 કરોડ થઈ હતી, જ્યારે એરટેલના ગ્રાહકોની સંખ્યામાં 4.89 લાખનો ઘટાડો થયો હતો. જો વેલિડિટી બે દિવસ વધારવામાં આવશે તો તેમને રાહત મળશે.TRAIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બર, 2021ના અંત સુધીમાં મોબાઈલના ગ્રાહકોની સંખ્યા વધી 119 કરોડ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here