ફાઈનલ મુકાબલામાં મેન ઑફ ધ મેચ તરીકે નવનીત વોરાની પસંદગી કરવામાં આવી હતી તો મેન ઑફ ધ સિરીઝનો એવોર્ડ ગોહિલવાડ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને એનાયત કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ચેમ્પિયન હાલાર હિરોઝને 20 લાખ અને રનર્સઅપ રહેલી ગોલિવાડને 10 લાખના ઈનામથી નવાજવામાં આવી હતી.ફાઈનલ મુકાબલામાં ટોસ જીતી ગોહિલવાડ ગ્લેડિેટર્સે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જવાબમાં હાલાર હિરોઝે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. હાલાર વતી પાર્થ ચૌહાણે 24 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 39, ચિરાગ સીસોદીયાએ 27 બોલમાં 32, અર્પિત વસાવડાએ 18 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 26 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ‘સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ’ની બીજી સીઝનનું શાનદાર રીતે સમાપન થવા પામ્યું છે. ફાઈનલ મુકાબલામાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સને 41 રને હરાવી હાલાર ટૂર્નામેન્ટનું ‘હિરો’ બની ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સાથે જ ટૂર્નામેન્ટને સતત બીજા વર્ષે બીજો ચેમ્પિયન મળ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ મોટી સંખ્યામાં ક્રિકેટરસિકોએ સ્ટેડિયમ પર ઉમટી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તો આ મુકાબલો નિહાળવા માટે કલેક્ટર સહિતના અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બોલિંગમાં કપ્તાન જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 32 રન આપી બે, કુલદીપ રાવલે 4 ઓવરમાં 26 રન આપી બે અને પ્રેરક માંકડે એક વિકેટ ખેડવી હતી.હાલારે આપેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગોહિલવાડની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી જે છેવટ સુધી યથાવત રહેતાં આખી ટીમ 17.5 ોવરમાં 122 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આ મેચના મેન ઑફ ધ મેચ રહેલા નવનીત વોરાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ તેમજ ટ્રેઝરર શ્યામભાઈ રાયચુરાના હસ્તે રૂા.25000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે મેન ઑફ ધ સિરીઝ રહેલા ગોહિલવાડના કેપ્ટન જયદેવ ઉનડકટે રૂા.1 લાખનો ચેક એસસીએના જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ, એસસીએના ટ્રેઝરર શ્યામભાઈ રાયચુરા અને દીપકભાઈ લાખાણીના હસ્તે એનાયત કરાયો હતો.
Read About Weather here
આ ટૂર્નામેન્ટમાં સતત જહેમત ઉઠાવનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઓફિશ્યલ્સને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ઉપપ્રમુખ દીપકભાઈ લાખાણી અને એસપીએલ ચેરમેન જયવીર શાહના હસ્તે મોમેન્ટો આપવામાં આવ્યા હતા.ગોહિલવાડ વતી કુલદીપ રાવલે 30 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 45, પ્રેરક માંકડે 12 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. આ સિવાયના બેટર્સ લાંબો સમય સુધી ક્રિઝ જાળવી શક્યા નહોતા. બોલિંગમાં હાલાર વતી નવનીત વોરાએ 4 ઓવરમાં 22 રન આપી ત્રણ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3.5 ઓવરમાં 31 રન આપી ત્રણ અને હિતેન્દ્ર જાડેજાએ બે વિકેટ મેળવી હતી.આમ હાલાર હિરોઝ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની બીજી સીઝનમાં ચેમ્પિયન બની છે તો સેમિફાઈનલ સુધી ‘અજેય’ રહેનાર ગોહિલવાડ ગ્લેડિયેટર્સે સતત બે મુકાબલામાં હાલાર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.ટૂર્નામેન્ટની ચેમ્પિયન રહેલી હાલાર હિરોઝને રૂા.20 લાખનો ચેક બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, એસસીએ પ્રમુખ જયદેવભાઈ શાહના હસ્તે અર્પણ કરાયો હતો. જ્યારે રનર્સઅપ ગોહિલવાડ ગ્લેડિેટર્સને ચેક એનાયત એસસીએના સેક્રેટરી હિમાંશુભાઈ શાહને હસ્તે કરવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here