‘SPL ક્રિકેટ કાર્નિવલ’ રાજકોટમાં કાલથી શરૂ

SPLમાં સમર્થ વ્યાસે વરસાવ્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
SPLમાં સમર્થ વ્યાસે વરસાવ્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
કાલથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી આઈપીએલની 15મી સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને ક્રિકેટરસિકો આગામી શ્રેણીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટરસિકોને આવતીકાલથી આઈપીએલ જેવી જ એક ક્રિકેટ ટૂર્નામેન્ટ માણવાનો લ્હાવો મળશે. આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ તેમજ રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

‘SPL ક્રિકેટ કાર્નિવલ’ રાજકોટમાં કાલથી શરૂ રાજકોટ

ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થઈ જશે જેમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ મતલબ કે ઓપનિંગ સેરેમની સાંજે 5:45 વાગ્યાથી શરૂ થઈ જશે. કાલે ગૃહમંત્રી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચેય ટીમો સાથે મુલાકાત લઈને તેમને જીત માટેની શુભકામના પાઠવશે. બીજી બાજુ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પાંચેય ટીમો છેલ્લા બે દિવસથી તનતોડ પ્રેક્ટિસ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.આ ટૂર્નામેન્ટમાં આઈપીએલ જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ થાય છે. આ સિવાય મેચ દરમિયાન પણ સુમધુર સંગીતની સૂરાવલીઓ પણ વહેતી રહેશે.

બીજી બાજુ આ ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે તેનું મુખ્ય આકર્ષણ ગણાશે કેમ કે આ ખેલાડીઓ તાજેતરમાં જ આઈપીએલ રમીને પરત ફર્યા છે. જયદેવ ઉનડકટ મુંબઈ ઈન્ડિયન્સ વતી, ચેતન સાકરિયા દિલ્હી કેપિટલ્સ વતી, શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી તો પ્રેરક માંકડ પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યો છે.ત્યારે એસપીએલમાં પણ તેઓ કમાલનું પ્રદર્શન કરવા માટે આતૂર છે. આ ઉપરાંત આ વખતની એસપીએલ સીઝનમાં અનેક નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી હોય તેઓ પણ શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે મહેનત કરશે. દરમિયાન આ ટૂર્નામેન્ટ નિહાળવા માટે દર્શકો વિનામૂલ્યે સ્ટેડિયમ પર એન્ટ્રી મેળવી શકશેતેવી જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એકંદરે આઈપીએલ જેવો જ રોમાંચ એસપીએલમાં પણ યથાવત રાખવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે જેનો ફાઈનલ મુકાબલો 11 જૂને સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 11 મેચમાં બે વખત ડબલ હેડર મુકાબલા પણ રમાશે જેની પ્રથમ મેચ બપોરે 3:00 તો બીજી મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.કાલથી શરૂ થઈ રહેલી એસપીએલ ટૂર્નામેન્ટમાં દેશના જાણીતા કોમેન્ટેટરો જમાવટ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં કોમેન્ટરી આપવા માટે લેજન્ડ ક્રિકેટરો ચારુ શર્મા, શબા કરીમ, પ્રજ્ઞાન ઓઝા, અજય મેહરા, જોની બેરેન સહિતના પાંચ કોમેન્ટેટરો રાજકોટ આવી પહોંચ્યા છે અને તેઓ કાલથી દરેક મેચમાં શાનદાર કોમેન્ટરી કરી દર્શકોને બાંધી રાખશે.સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની મેચોનું લાઈવ પ્રસારણ ક્રિકેટ રસિકો સ્ટાર સ્પોર્ટસ-2 ઉપર નિહાળી શકશે. આ ઉપરાંત ડિઝિટલ પ્લેટફોર્મ વી.યુ.સ્પોર્ટસ ઉપર પણ મેચને પ્રસારિત કરવામાં આવશે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે એસપીએલની પ્રથમ સીઝન સુપરહિટ નિવડી હોય તેના રોમાંચમાં આ વર્ષે પણ બમણો વધારો થશે કેમ કે ગત સીઝન ટીવી ઉપર સૌરાષ્ટ્ર સહિત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવામાં આવી હતી. . ક્રિકેટરસિકોના અત્યંત પ્રિય એવા એસસીએ સ્ટેડિયમ પર આ ટૂર્નામેન્ટ રમાઈ રહી હોય તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પર આવી પહોંચશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ થકી સૌરાષ્ટ્ર-કચ્છના ક્રિકેટરોમાં રહેલું ટેલેન્ટ નિખરી ઉઠશે અને પ્રતિભાશાળી ક્રિકેટરોને પોતાની પ્રતિભા બતાવવા માટે આ પ્લેટફોર્મ અત્યંત ઉમદા સાબિત થશે તેવો મને વિશ્વાસ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here