હવે કાલે ટૂર્નામેન્ટની અંતિમ લીગ મેચ ગોહિલવાડ અને હાલાર વચ્ચે રમાવાની છે ત્યારે તેમાં જો હાલાર જીતી જાય છે તો ગોહિલવાડ સાથે શનિવારે તે ફાઈનલ મુકાબલો રમશે. જો હાલાર હારી જાય છે તાો પછી રનરેટના આધારે ઝાલાવાડ રોયલન્સના ફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધી જશે. અત્યારે લીગની ત્રણેય મેચ જીતી 6 પોઈન્ટ સાથે ગોહિલવાડ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં હવે એક લીગ તેમજ ફાઈનલ સહિત બે મુકાબલા બાકી રહ્યા છે ત્યારે આ વખતે ટૂર્નામેન્ટને નવો જ ચેમ્પિયન મળશે તે વાત નિશ્ર્ચિત થઈ ચૂકી છે.
Visit Saurashtra Kranti Homepage here
ગઈકાલે રમાયેલા ‘ડબલ હેડર’ મુકાબલાઓમાં ધુંઆધાર ફોર્મમાં રમી રહેલી ગોહિલવાડ ગ્લેડિટેયર્સે કચ્છ વોરિયર્સને હરાવીને જીતની હેટ્રિક ફટકારી છે.આ ઉપરાંત હાલાર હિરોઝે ડિફેન્ડિંગ ચેમ્પિયન સોરઠ લાયન્સને હરાવીને ફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ગોહિલવાડ-કચ્છ વચ્ચે રમાયેલી મેચમાં ગોહિલવાડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 167 રન બનાવ્યા હતા. ગોહિલવાડ વતી પ્રેરક માંકડે 29 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રન તો જયદેવ ઉનડકટે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિશ્ર્વરાજ જાડેજાએ 25 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં કચ્છ વતી કુશંગ પટેલ, રમેશ પડીયાચી, વંદિત જીવરાજાની અને દેવ દંડે એક-એક વિકેટ મેળવી હતી.
ગોહિલવાડે આપેલા 168 રનના લક્ષ્યાંક સામે કચ્છ 20 ઓવરમાં સાત વિકેટે 135 રન જ બનાવી શક્યું હતું. કચ્છ વતી વિહારસિંહ જાડેજાએ 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 35, કુશંગ પટેલે અણનમ 22 અને આલોક રંજને 16 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં કચ્છ વતી જયદેવ ઉનડકટે બે, હાર્દિક રાઠોડે બે, જ્યોત છાંયા, યુવરાજ ચુડાસમા અને પ્રેરક માંકડે એક-એક વિકેટ મેળવી હતી. આ મેચમાં 38 રન તેમજ બે વિકેટ મેળવનાર ગોહિલવાડના કેપ્ટન જયદેવ ઉનડકટની મેન ઑફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી અને તેમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ તેમજ એસસીએના સિનિયર સભ્ય ભૂપતસિંહ તલાટિયાના હસ્તે ઈનામરૂપી ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી મેચમાં હાલાર હિરોઝ સામે ટોસ જીતી સોરઠ લાયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવ્યા હતા. સોરઠ વતી ચીરાગ પાઠકે 36, અબરાર શેખે 33 અને તરંગ ગોહેલે 28 રન બનાવ્યા હતા.
Read About Weather here
અત્યારે પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે ગોહિલવાડ પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે ચાર પોઈન્ટ સાથે ઝાલાવાડ રોયલ્સ અને ત્રીજા ક્રમે ચાર પોઈન્ટ સાથે હાલાર છે. જો કાલની મેચમાં હાલારની જીત થાય છે તો તે છ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહીને ફાઈનલમાં પહોંચી જશે. જો તેની હાર થાય છે તો પછી વાત રનરેટ પર આવી જશે. અત્યારે હાલાર કરતાં ઝાલાવાડની રનરેટ સારી હોવાથી તે ફાઈનલમાં પહોંચી જશે.જ્યારે બોલિંગમાં હાલાર વતી કેપ્ટન અર્પિત વસાવડાએ ત્રણ, સુનિલ યાદવે બે, નવનીત વોરા-ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટ મેળવી હતી.સોરઠે આપેલા 156 રનના લક્ષ્યાંકને હાલાર હિરોઝે 19 ઓવરમાં છ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. હાલાર વતી આર્યનદેવસિંહ ઝાલાએ 42 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન, પાર્થ ચૌહાણે અણનમ 30 અને હિતેન્દ્ર જાડેજાએ અણનમ 29 રન બનાવ્યા હતા. બોલિંગમાં સોરઠ વતી ચિરાગ જાનીએ બે વિકેટ મેળવી હતી. આ મેચમાં 52 રન બનાવી હાલારની જીતનો પાયો નાખનાર આર્યનદેવસિંહ ઝાલાને મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તેમને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.દરમિયાન આવતીકાલે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ ગોહિલવાડ-હાલાર વચ્ચે રમાવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here