SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા યુવા અધિવેશન કાર્યક્રમ યોજાશે

SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા યુવા અધિવેશન કાર્યક્રમ યોજાશે
SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા યુવા અધિવેશન કાર્યક્રમ યોજાશે

યુવા અધિવેશનમાં ગુરૂવર્ય પ.પૂ. શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી દિવ્યવાણીનો લાભ આપશે

તા.25 શનિવાર રાત્રે 8થી 11 અને તા.26 રવિવારે સાંજે 5 થી 8 સ્વામિનારાયણ મંદિર, માધાપર ચોકડી ખાતે આયોજન

શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન, કાર્ય, અને સંદૃેશને ધ્યાનમાં લઈને SMVS સ્વામિનારાયણ મંદિૃર દ્વારા સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દૃેશભરમાં યુવાનોને સદ્માર્ગે વાળીને વ્યસન મુક્ત કરીને સારા સંસ્કારોનું રોપણ કરવાનું કાર્ય કરે છે. આજનો યુવાન પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે. ત્યારે યુવા શક્તિ અને યુવાધનને નવી દિૃશા આપવા માટ ે SMVS સ્વામિનારાયણ મંદિૃર દ્વારા તારીખ 25 શનિવાર રાત્રે 8 થી 11 અને તારીખ 26 ફેબ્રુઆરીને સાંજે 5 થી 8 એમ બે દિૃવસ યુવા અધિવેશન કાર્યક્રમ SMVS સ્વામિનારાયણ મંદિૃર, માધાપર ચોકડી, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો છે. આ યુવા અધિવેશનમાં રાજકોટના આંગણે સૌના વ્હાલા અનુભવી સત્પુરૂષ ગુરૂવર્ય પરમ પૂજ્ય અ.મુ.સદ્. શ્રી સત્યસંકલ્પદૃાસજી સ્વામીશ્રી ગાંધીનગરથીખાસ પધારીને યુવાઓમાં પડેલ અખૂટ યુવા શક્તિ, યુવા ધન અને પ્રચંડ શક્તિ પૂજને ઉજાગર કરીને યુવાનોની શક્તિને, વિકાસ જોમને અને તેમની મહત્વકાંક્ષાને યોગ્ય દિૃશા અને યોગ્ય પથ બતાવીને યુવાનોમાં પડેલી સુષ્ાુપ્ત શક્તિઓને ખીલવીને સાચો રાહ બતાવી ભારતીય સંસ્કૃતિ અને આપણા ધર્મના દૃર્શન કરાવશે. આ યુવાનોની શક્તિ, જોમ મહત્વકાંક્ષાના સાચા પથદૃર્શક એવા આપણા સૌના વ્હાલા અનુભવી સત્પુરૂષ ગુરૂવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ દૃાસજી સ્વામીશ્રી તેમની દિૃવ્યવાણીનો લાભ આપશે. યુવાનોએ તેમની પરિવર્તન યાત્રાને વેગવંતી કરવા આ યુવા અધિવેશનમાં યુવાનો-હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહી સત્સંગનો લાભ લેવા સાધુ નિર્ગુણજીવનદૃાસજી, સાધુ અદ્ભુતસ્વરૂપદૃાસજી, સાધુ સ્મરણપ્રિયદૃાસજી તેમજ સાધુ શ્રવણપ્રિયદૃાસજીઅનુરોધ કરેલ છે. આ યુવા અધિવેશનમાં ઉંમર 13 થી 55 વર્ષના યુવાનો અને હરિભક્તોએસફેદૃ સાદૃા વસ્ત્રો પહેરવાના રહેશે. આ યુવા અધિવેશનને સફળ બનાવવા રાજકોટ સત્સંગ મંડળના તમામ હરિભક્તો જહેમત ઉઠાવી રહૃાા છે.