રાજકોટ મનપા દ્વારા તારીખ 26/02/2022ના રોજ ‘RMC ઓન વ્હોટ્સએપ’ સેવા ચાલુ કરવામાં આવી હતી. જેને પગલે 3.96 લાખ જેટલા વેરા બીલ રાજકોટીયન્સને મનપાના વ્હોટ્સએપ નંબર +91 95123 01973 મારફતે મોકલવામાં આવ્યા છે. જેમાં લોકોને પેમેન્ટ માટેની લીંક પણ મોકલવામાં આવે છે જેના ઉપયોગ વડે ફકત એક જ ક્લીક થી પેમેન્ટ થઈ શકે છે તેમજ પેમેન્ટ થયા બાદ તેની રસીદ પણ વ્હોટ્સએપમાં સીધી જ મળી જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
નોંધનીય છે કે ટેક્સ બીલ-રિસિપ્ટ, જન્મ-મરણના દાખલાઓ વગેરે જેવી તમામ સેવાઓ મનપા દ્વારા વ્હોટ્સએપ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આ સેવાનો રાજકોટ શહેરના નાગરિકો ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા અન્ય શહેર કે પ્રાંતના લોકો આ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. આજદિન સુધીમાં કુલ અંદાજે 82 હજારથી વધુ લોકોએ આ સેવાનો લાભ મેળવેલ છે.
Read About Weather here
રાજકોટ મહાનગરપાલિકાને કુલ 5,68,000 જેટલા મેસેજ મળેલ છે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે 5,53,000 મેસેજ મોકલાવેલ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘RMC ઓન વ્હોટ્સએપ’ના ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો EC તેમજ RC, જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી, રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરુરી ફોર્મ, રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ટેન્ડરો, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાતો, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/વોર્ડ ઓફિસો/આરોગ્ય કેન્દ્રોના એડ્રેસ જીઓ લોકેશન સાથે, રાજકોટ મહાનગરપાલિકાના તમામ અગત્યના ફોન નંબર વિગેરેની વિગતો વ્હોટ્સએપ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here