Quad 2022માં ભાગ લેવા મોદી જાપાન પહોંચ્યા

Quad 2022માં ભાગ લેવા મોદી જાપાન પહોંચ્યા
Quad 2022માં ભાગ લેવા મોદી જાપાન પહોંચ્યા
તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે QUAD સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. અહીં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જ મોદી-મોદીના નારા પણ લગાવ્યાં હતાં. વડાપ્રધાન મોદી મંગળવાર સાંજ સુધી જાપાનમાં રોકાવાના છે.જાપાનની 40 કલાકની મુલાકાત દરમિયાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને મળશે.

Visit Saurashtra Kranti Homepage here

ટોક્યોમાં તેમના 40 કલાકના રોકાણ દરમિયાન મોદી જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને CEOને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. ત્યારે તેમણે કહ્યું છે કે, ‘આ વર્ષે માર્ચમાં કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.

Read About Weather here

ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.’ક્વોડ મીટિંગ સિવાય નરેન્દ્ર મોદી અને યુએસના પ્રમુખ જો બાઇડન ટોક્યોમાં દ્વિપક્ષીય બેઠક કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here