PGVCL વર્તુળ કચેરી કક્ષાએ સમાધાન સમિતિની રચના

PGVCL વર્તુળ કચેરી કક્ષાએ સમાધાન સમિતિની રચના
PGVCL વર્તુળ કચેરી કક્ષાએ સમાધાન સમિતિની રચના
પીજીવીસીએલ દ્વારા કોર્ટના પડતર દીવાની કેસોની પતાવટ કરવા માટે વર્તુળ કચેરી લેવલે થ્રી-ટાયર સમાધાન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમાધાન સમિતિ એટલેકે સેટલમેન્ટ કમિટીના સભ્યો તરીકે અદાલતી સભ્ય (ચેરપર્સન), અધિક્ષક ઇજનેર (સંયોજક/સભ્ય) અને ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર નિગમિત/ઝોનલ કચેરી (સભ્ય) ની નિમણૂંક કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પીજીવીસીએલની ડિવિઝન ઓફીસ અને સબ ડિવિઝન ઓફીસ હેઠળ આવતા ડિફોલ્ટર્સ તેમના બાકી રકમના કેસોની પતાવટ/સમાધાન કરવા માટે તૈયાર/સંમત હોય અને સેટલમેન્ટ કમિટિનો લાભ લેવા માંગતા હોય તેમને બાકી રકમની ચુકવણી માટે 12 હપ્તા ઉપલબ્ધ કરાવવા સુધીની સુવિધા સેટલમેન્ટ કમિટિ દ્વારા પૂરી પાડવામાં આવશે. થ્રી-ટાયર સેટલમેન્ટ કમિટી પાસે કોર્ટમાં દાખલ થઇ ગયેલ હોય તેવા રેગ્યુલર બીલના લેણાં કે વીજચોરીના કેસોનું સમાધાન થઇ શકે છે.

કોઈપણ કેસ કે જેની રકમ રૂપિયા 20 (વીસ) લાખ છે તેવા કેસને આવરી લેવામાં આવશે. આ કમિટીનો લાભ લેવાથી વીજ ગ્રાહકોને પણ ઘણા ફાયદાઓ મળી રહે છે. જેમકે રહેણાંક, બિન રહેણાંક, ખેતીવાડી, સરકારી તેમજ લોકલ બોડીના કેસોમાં 100% સુધી વિલંબિત ચુકવણી ચાર્જમાં માફી મળી શકે છે અને ઔદ્યોગિક વીજ જોડાણો એલ.ટી./એચ.ટી. માં 75 % સુધી વિલંબિત ચુકવણી ચાર્જમાં માફી મળી શકે છે. અમુક શરતોને આધીન 100 % સુધી પણ વિલંબિત ચુકવણી ચાર્જમાં માફી મળી શકે છે.

તમામ પ્રકારના વીજ જોડાણોને બાકી રકમ ના મહતમ 12 હપ્તા ઉપલબ્ધ કરાવવા સુધીની સુવિધા આપવામાં આવશે. પરંતુ પ્રથમ હપ્તો 25 % રકમ નો હોવો ફરજીયાત છે બાકી રકમના એક સરખા હપ્તા કરી આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. જે ગ્રાહક પોતાનું વીજ જોડાણ ચાલુ કરવા માંગતા હોય તો બાકી લેણી રકમની મીનીમમ 50 % રકમ ભરપાઈ કરેલી હોવી ફરજીયાત છે.

Read About Weather here

દરેક સબડિવિઝન ઓફીસ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારના ગ્રાહકો જે આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેઓની યાદી બનાવી ડિવિઝન ઓફીસને મોકલશે. ડિવિઝન ઓફીસ દ્વારા સર્કલ ઓફિસને અને સર્કલ ઓફીસ કોર્પોરેટ ઓફીસને વિસ્તૃત માહિતી મોકલી આપશે. ત્યારબાદ દરેક સર્કલ ઓફીસના કુલ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઇ જયુડીસીયલ મેમ્બરની તારીખ સાથે નિમણૂંક કરવામાં આવશે. આમ વધુને વધુ લોકો સમાધાન સમિતિનો લાભ લઇ પડતર દીવાની કેસોની પતાવટ ઝડપી સમયમાં કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here