CBIએ તેમના જામીનનો વિરોધ કર્યો હતો. આગોતરા જામીન માટેની અરજીને નકારી દેવામાં આવ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ હતી કે ચિત્રાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. એક હિમાલયન યોગીના ઈશારા પર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નું સંચાલન કરનારા NSEની ભૂતપુર્વ CEO ચિત્રા રામકૃષ્ણની CBIએ કો-લોકેશન ગેરરીતિ કેસમાં ધરપકડ કરી છે. આ અગાઉ સ્પેશિયલ CBI કોર્ટે કો-લોકેશન કેસમાં તેમના આગોતરા જામીન માટેની અરજીને નકારી દીધી હતી. ચિત્રા ઉપર હિમાલયના એક યોગીના ઈશારે કામ કરવા તથા ગુપ્ત માહિતીની આપવાનો ગંભીર આરોપ છે.
Visit Saurashtra Kranti Homepage here
અત્રે ઉલ્લેખનીય છે કે NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO)આનંદ સુબ્રહ્મણ્યમને ચેન્નઈથી તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે યોગી અન્ય કોઈ નહીં, પણ આનંદ સુબ્રહ્મણ્યમ જ છે. સુબ્રહ્મણ્યમ પર NSEની કામગીરીમાં દરમિયાનગીરી કરવાનો પણ આરોપ છે. તેઓ NSEના ભૂતપુર્વ CEO ચિત્રા રામકૃષ્ણને સલાહ આપતા હતા અને ચિત્રા તેમના ઈશારા પર કામ કરતા હતા. સુબ્રમણ્યમ છ માર્ચ સુધી CBIની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.સુબ્રહ્મણ્યમ NSEમાં ચિત્રાના સલાહકાર રહ્યા. CBIએ તાજેતરમાં જ NSE કો-લોકેશન કેસમાં તપાસનું કાર્યક્ષેત્ર વધાર્યું હતું.
CBIએ આ કેસમાં વર્ષ 2018માં ફરિયાદ દાખલ કરી હતી. મે,2018માં નોંધવામાં આવેલી FIRમાં ચિત્રાનું નામ આરોપીઓમાં સામેલ ન હતું. પણ તેમા NSE અને SEBIના કેટલાક અપરિચિત અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. FIRમાં ગુનાહિત ષડયંત્ર રચવા તથા પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે ઘૂસણખોરી તથા સત્તાનો દુરુપયોગ કરવાની પણ વાત કરવામાં આવી હતી.
Read About Weather here
તેમાં NSEના પાંચ વર્ષના નાણાકીય અંદાજ, ડિવિડન્ડની ચુકવણીનો રેશિયો, એક્સચેન્જનો બિઝનેસ પ્લાન તથા NSEના બોર્ડ મીટિંગના એજન્ડાનો સમાવેશ થતો હતો. SEBIએ ગત શુક્રવારે જ 190 પાનાનો તેનો ઓર્ડર ઈશ્યુ કર્યો હતો. ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ,2013થી ડિસેમ્બર,2016 દરમિયાન NSEની MD અને CEO રહ્યા હતા.બીજી બાજુ SEBIએ આરોપ લગાવ્યો હતો કે ચિત્રા રામકૃષ્ણને NSEને લગતી ગુપ્ત માહિતી કોઈ અપરિચિત વ્યક્તિને આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here