જિલ્લા હોસ્પિટલમાં એક મહિલાએ એક, બે નહીં પણ ચાર ચાર બાળકોને જન્મ આપ્યો છે. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લા હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો.
Visit Saurashtra Kranti Homepage here

પરિવારના લોકોએ બાળકોના જન્મ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને ચાર ગણી ખુશી મળી છે. કિરનાપુર તાલુકાના જરાહી ગામની 26 વર્ષની પ્રીતિ મેશ્રામે એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. ચારેય બાળકોને માતા સ્વસ્થ છે. બાલાઘાટ જિલ્લામાં પહેલી વખત 4 બાળકોનો એક સાથે જન્મ થયો છે, અને તે તમામ સ્વસ્થ છે. જિલ્લા હોસ્પિટલમાં ડોકટરની ટીમે સફળ ઓપરેશન કર્યું.
Read About Weather here
સિવિલ સર્જન તેમજ હોસ્પિટલના અધિકારી ડૉ. સંજય ધબડગાંવે જણાવ્યું કે એક વિશેષ ટીમે સોમવારે સવારે 11 વાગ્યે 26 વર્ષની પ્રીતિ મેશ્રામનું ઓપરેશન કર્યું. હાલ ચારેય બાળકો સ્વસ્થ છે.ચારે બાળકોને એનસીયૂમાં રાખવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here