પીજીવીસીએલ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સેફ ઓપરેશન ઓફ ઇલેક્ટ્રિકલ નેટવર્ક નામનો સર્ટિફાઈડ કોર્સ તૈયાર કર્યો છે. આ કોર્સને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશન ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
પીજીવીસીએલ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે રૂ. 54 કરોડ ફાળવ્યા છે.પીજીવીસીએલની વીજ વિતરણની કાર્યવાહી જાણી શકાય, અભ્યાસ કરી શકાય અને વીજ વિતરણ માળખાનું સલામત સંચાલન કરી શકાય તેવા હેતુ સાથે પીજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ એક સર્ટિફાઈડ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.સેફ ઓપરેશન ઓફ ઇલેક્ટ્રિકલ નેટવર્ક નામના સર્ટિફાઈડ કોર્સને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સેફ્ટી માટેનું થિયરીકલ અને પ્રેક્ટિકલ મોડેલ તૈયાર કરેલું હોય તેમજ માન્યતા પ્રાપ્ત કરી અભ્યાસક્રમમાં મૂક્યો હોય તેવી દેશમાં સૌ પ્રથમ પહેલ હોય તેમ પણ કહી શકાય.
Read Saurashtra Kranti E-Paper here
જ્યારે દરેક આઈટીઆઈને સલામતી સાથે વીજ માળખાના સંચાલન માટે 5 સેફ્ટી કિટ પણ આપવામાં આવી છે. જેમાં સેફ્ટી બેલ્ટ, રબરના હાથના મોજા, હેલ્મેટ, ડીઓ રોડ, અર્થ રોડ અને સેફ્ટી બૂટ સામેલ છે. આ ખાસ ડિઝાઈન કરેલા કોર્સનો અંદાજે 3500થી 4000 આઈટીઆઈના વિદ્યાર્થી લાભ લેશે. સૌરાષ્ટ્ર-કચ્છની 45 જેટલી આઈટીઆઈના કેમ્પસમાં રિયલ મોડેલ પણ બનાવવામાં આવશે. જેમાં રાજકોટમાં સૌ પ્રથમ આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here