રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં EWS/LIG/MIG કેટેગરીની આવાસ યોજનામાં નિયત કિંમતે આવાસ ફાળવવામાં આવે છે. જેમાં અરજદાર દ્વારા આવાસના એલોટમેન્ટ અન્વયેની રકમ ભરવામાં આવેલ ન હોય તેવા કુલ-555 લાભાર્થીઓને નોટીસ આપવામાં આવી.
Visit Saurashtra Kranti Homepage here
લાભાર્થીઓએ ભરવાપાત્ર બાકી રકમ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, ડો. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, ઢેબર રોડ ખાતે દિન-7માં તાત્કાલિક ભરપાઇ કરવા અન્યથા આવાસની ફાળવણી રદ્ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવાસના બાકી હપ્તા ન ભરતા આસામીઓને નોટીસ આપવા અંગેની સઘન ઝુંબેશ ચાલુ રહેશે.
આવાસના હપ્તા પેટે ડિસેમ્બર-2022માં રૂ.45.37 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.આવાસ યોજના વિભાગ દ્વારા તા.1/12/2022 થી તા.31/12/2022 સુધીમાં રૂ.45.37 કરોડ(પીસ્તાલીસ કરોડ સાડત્રીસ લાખ પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.1/4/2022 થી તા.31/12/2022 સુધીમાં રૂ.199.61 કરોડ (એકસો નવાણુ કરોડ એકસઠ લાખ પુરા) ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here