EDની સૌથી મોટી કાર્યવાહી,ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ….!

EDની સૌથી મોટી કાર્યવાહી,ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ….!
EDની સૌથી મોટી કાર્યવાહી,ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ….!
ઘણા દિવસો ગુમ રહ્યા પછી સોમવારે સવારે અચાનક તેઓ 11 વાગે 55 મિનિટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા હતા. 100 કરોડોની ખંડણીના આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની આખરે ગઈ રાત્રે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે.  

Visit Saurashtra Kranti Homepage here

દેશમુખને ED દ્વારા 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે માત્ર તેમના વકીલ ઈન્દરપાલ સિંહ ED ઓફિસ પહોંચ્યા હતા. તેમની દલીલ હતી કે દેશમુખ 75 વર્ષના છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તેઓ હાજર થઈ શકતા નથી.

13 કલાકની પુછપરછ પછી ED ને લાગ્યું કે દેશમુખ કોઈ પણ સવાલનો સંતોષકારક જવાબ આપતા નથી. આથી તેની ધરપકડ કરાઈ અને હવે કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરાશે.

ED ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તાસીન સુલ્તાન અને તેની ટીમે દેશમુખની સતત પુછપરછ કરી. હવે આ કેસમાં વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે. ગત સપ્તાહે EDના સમન્સને રદ્દ કરવાની દેશમુખની અરજીને બોમ્બે કોર્ટે ફગાવી દીધી હતી.

ED 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડ્રિંગ એંગલની તપાસ કરી રહ્યું છે. દેશમુખ સાથે તેના પુત્ર ઋષિકેશ દેશમુખ અને પત્નીને બેવાર પુછપરછ માટે બોલાવાયા હતા, પરંતુ તેઓ ED ઓફિસ આવ્યા ન હતા. માનવામાં આવી રહ્યું છે કે એક કે બે દિવસમાં તેનો પુત્ર અને પત્ની ED સામે હાજર થશે.

ED ની સમક્ષ હાજર થયા બાદ દેશમુખે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો. તેમાં દેશમુખે કહ્યું હતું કે, જ્યારે પણ EDએ સમન્સ પાઠવ્યું છે ત્યારે મેં તેમને સહકાર આપ્યો છે.

હું પહેલા પણ કહ્યું હતું કે મારી અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના નિકાલ બાદ હું ED ઓફિસ આવીશ. બે વખત સીબીઆઈએ મારા સ્થાને દરોડા પાડ્યા, તેમાં પણ મેં પૂરો સહકાર આપ્યો હતો.

હજુ સુપ્રીમ કોર્ટમાં મારો નિર્ણય આવ્યો નથી, પરંતુ હું પોતે ED ઓફિસમાં આવ્યો છું. પરમબીર સિંહે મારા પર ખોટા આરોપો લગાવ્યા હતા. આજે એ જ પરમબીર સિંહ વિદેશ ભાગી ગયા છે, એવા સમાચાર મીડિયા દ્વારા મળી રહ્યા છે. આ જ પરમબીર સિંહ વિરુદ્ધ પોલીસ વિભાગમાં અનેક ફરિયાદો નોંધાઈ છે.

આ પહેલાં વકિલ દ્વારા મોકલવામાં આવેલા એક પત્રમાં દેશમુખે તેમના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાની વાત કરી છે. અનિલ દેશમુખે ઈડીને લખેલા પત્રમાં તપાસ એજન્સી દ્વારા તેમની તાકાત અને અધિકારનોનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું છે કે, હજી સુધી મને ECIRની કોપી અથવા અન્ય કોઈ દસ્તાવેજ ઈડી તરફથી મળ્યા નથી કે જેનાથી સ્પષ્ટ થાય કે, આ સમન્સ માત્ર મીડિયામાં સનસનાટી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ અધિકારી અને વર્તમાનમાં હોમ ગાર્ડ DG પરમબીર સિંહે અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. તે માટે જ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું છે.

આ કેસમાં દેશમુખ સામે પહેલાં CBIએ કેસ નોંધ્યો હતો અને પછી તેમાં મની ટ્રેલની માહિતી મળતાં ઈડીની એન્ટ્રી થઈ છે. ઈડીએ અનિલ દેશમુખ સામે મનિ લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. CBI બે વખતે દેશમુખના ઘરે દરોડા પણ પાડી ચૂકી છે.


આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. તેમના પર આરોપ છે કે, તેમણે મની લોન્ડરિંગમાં દેશમુખની મદદ કરી હતી. બીજી બાજુ દેશમુખે ઈડીની પૂછપરછમાંથી બચવા માટે એક પત્ર પણ લખ્યો હતો.

આ કેસમાં 15 દિવસ પહેલાં દેશમુખ અને તેમના પરિવારની 4.2 કરોડ સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. તેમાં નાગપુરનો એક ફ્લેટ અને પનવેલની એક જમીન સામેલ છે. આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે.

આની સાથે જોડાયેલા કેસમાં CBIએ રવિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ એજન્સીએ થાણેથી સંતોષ શંકર જગતાપ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ તે ચાર દિવસની કસ્ટડીમાં છે.

જગતાપને અનિલ દેશમુખનો મિડલ મેન માનવામાં આવે છે. બે સપ્ટેમ્બરે તપાસ એજન્સીએ દેશણુખના વકીલ આનંદ દાગા અને તેમના જ સબઈન્સપેક્ટર અભિષેક તિવારીની ધરપકડ કરી હતી.

Read About Weather here

 CBIએ થોડા દિવસ પહેલાં જ અમુક કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ લીક કેસમાં અનિલ દેશમુખના ઘણાં સ્થળ પર દરોડા પાડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here