CNGના ભાવમાં વધારો…!

CNGના ભાવમાં વધારો…!
CNGના ભાવમાં વધારો…!
દિલ્‍હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં સીએનજીના ભાવ ૫૦ પૈસા વધીને ૧ રૂપિયા પ્રતિ કિલો થયા છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ મોંઘવારી વધવા લાગી છે. નવી કિંમતો આજ સવારે  સવારે ૬ વાગ્‍યાથી લાગુ થયો.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્‍હી સહિત હરિયાણા અને રાજસ્‍થાનમાં પણ વધારો થયો છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં પણ વધારો જોવા મળ્‍યો છે.દિલ્‍હી-NCR : રાજધાની દિલ્‍હીમાં CNGની કિંમત ૫૭.૦૧ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૫૦ પૈસા વધીને ૫૭.૫૧ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં ૧ રૂપિયાનો વધારો થયો છે. આ ત્રણ જગ્‍યાએ ૫૮.૫૮ રૂપિયા પ્રતિ કિલોના બદલે ૫૯.૫૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

Read About Weather here

ગુરુગ્રામમાં આવતીકાલથી ૬૫.૩૮ રૂપિયા પ્રતિ કિલોના બદલે સીએનજી ૬૫.૮૮ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. રેવાડીમાં પણ તેની કિંમત ૫૦ પૈસા વધીને ૬૭.૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.કરનાલ અને કૈથલમાં પણ ભાવમાં ૫૦-૫૦ પૈસાનો વધારો થયો છે. આવતીકાલથી બંને જગ્‍યાએ ભાવ ૬૫.૬૮ રૂપિયા પ્રતિ કિલોના બદલે ૬૬.૧૮ રૂપિયા પ્રતિ કિલો થશે. મુઝફ્‌ફરનગરમાં હવે ભાવ ૬૩.૨૮ રૂપિયા પ્રતિ કિલોના બદલે ૬૪.૨૮ રૂપિયા પ્રતિ કિલો હશે. કાનપુરમાં પ્રતિ કિલોની કિંમત ૬૭.૮૨ રૂપિયાથી વધીને ૬૮.૮૨ રૂપિયા થઈ ગઈ છે.ઉત્તર પ્રદેશ : યુપીના બે શહેરો મુઝફ્‌ફરનગર અને કાનપુરમાં પણ સીએનજીના ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here