CM ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે તેઓ આજે એરપોર્ટ પહોંચ્યા બાદ CM પટેલ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થયા હતા. જ્યાં રામપરા બેટી ખાતેથી વિચરતી જાતિને ગેસ કનેકશન સહિતના 65 મકાનો-300 જમીનના પ્લોટોની સનદઆટકોટ-મવડીમાં 650 આંગણવાડીમાં આર.ઓ. સિસ્ટમ, ઇ-રીક્ષા તથા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનોનું લોકાર્પણ કરશેઅમે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવા માંગીએ છીએ. રામપરા બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોના લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું અને તેમજ 65 મકાનોના લાભાર્થીઓને ઉજવ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે.
Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડૉ. પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને CMOને લેખિતમાં જાણ CM પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી આજે 3:30 વાગ્યે મુખ્યમંત્રીએ વિરોધપક્ષને સમય આપ્યો છે.આજે 15મા નાણાપંચની ગ્રાંટમાંથી 89.40 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાની 650 આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્ધ પાણી માટેની આરઓ સીસ્ટમ તેમજ 200 શાળાઓમાં રૂા. અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

Read About Weather here

તેની સાથોસાથ જિલ્લા પંચાયત દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાઓ માટે 1.20 કરોડના ખર્ચે વસાવાયેલ 60 વેસ્ટ કલેકશન ઇ-રીક્ષા તેમજ આટકોટમાં 16 અને મવડીમાં 40 નિર્માણ કરાયેલ પોલીસ આવાસનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામપરા બેટીથી બાય રોડ રાજકોટ આવી પહોંચ્યા બાદ 11-40 કલાકે રાજકોટમહાનગરાપલિકા કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે.1.10 કલાકે સર્કીટ હાઉસમાં લંચ લીધા બાદ 2 કલાકે સર્કીટ હાઉસ ખાતે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યારબાદ બપોરે 3.30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, એડીશ્નલ કલેક્ટર, પ્રાંત ઓફીસર સહિતના અધિકારીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. જેમાં રાજકોટ શહેર-જિલ્લાના વિકાસ કામોની માહિતી મેળવશે.ત્યારબાદ સાંજના 6 વાગ્યે રાજકોટ એરપોર્ટથી હવાઈ માર્ગે અમદાવાદ જવા રવાના થશે.જે બાદ સાંજના 5 કલાકે હોટલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે આયોજીત ઇનોગ્રેશન પ્રોગ્રામમાં તેઓ હાજરી આપશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here