મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે,ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરિય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે. આ વચ્ચે આગામી નેશનલ ગેમ્સનું આયોજન રાજ્યમાં થવા જઈ રહ્યું છે.આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.
Visit Saurashtra Kranti Homepage here
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે રાષ્ટ્રીય રમતોત્સવને શ્રેષ્ઠ બનાવવા કોઇ કસર છોડવામાં આવશે નહીં. ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે નવો જ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ સૌથી મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.
થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે
Read About Weather here
અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. વધુમાં સીએમએ કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here