8 ગામના સરપંચો સહિતના લોકોનો વિરોધ પ્રદર્શન…!

8 ગામના સરપંચો સહિતના લોકોનો વિરોધ પ્રદર્શન…!
8 ગામના સરપંચો સહિતના લોકોનો વિરોધ પ્રદર્શન…!
પરીણામે આ હાઈવે અકસ્‍માતઝોન બનેલછે અને વીસથી પચ્‍ચીસ લોકો અકસ્‍માતથી કાયમી અંપગતતાનો ભોગ બન્‍યાછેવારંવારની રજુઆતનું માત્રને માત્ર આશ્વાસન મળેલ છે. પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય થયેલ નથી જેવી રજુઆત સાથે ડે.કેશોદના કોયલાણા ગામેથી પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માણ અંદાજે વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવેલ છે .

Visit Saurashtra Kranti Homepage here

જયારે આ નેશનલ હાઈવેનુ કામ શરૂ હતુ ત્‍યારે આ વિસ્‍તારના તમામ સરપંચશ્રીઓ ગ્રામ્‍ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા ધ્‍વારા સર્વિસ રોડ ડીવાઈડર કે ઓવરબ્રીજ આપવા  રજુઆતો કરેલ હતી તેમ છતા કોઈ જાતનું નીરાકરણ કરેલ નથી જેથી છેલ્લાં સાતેક વર્ષમાં પંદરથી વીસ લોકોના અકસ્‍માતમાં મળત્‍યું પામ્‍યાંછે.કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્‍યુ હતું અને પ્રતીક ઉપવાસનું અલ્‍ટીમેટમ આપ્‍યું હતુ જે અનુસંધાને આઠ ગામના સરપંચો સહીત અનેક લોકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યાછે.

Read About Weather here

આઠ ગામના સરપંચો સહીતના લોકોની માંગણી સંતોષાશે કે આગામી દિવસોમાં રસ્‍તા રોકો આંદોલન આત્‍મ વિલોપન કરવા બજબુર બનશે તે આવનારો સમય જ બતાવશે હાલ નેશનલ હાઇવે ઓથોરીટી અને સરકાર વિરુદ્ધ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોછે.જેના ત્રણ દિવસ થયા હોવા છતા તંત્ર દ્વારા નોંધ ન લેવામાં આવતા આઠ ગામના સરપંચો સહીતના લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા આગામી દિવસોમાં માંગણી નહી સંતોષાય તો  રસ્‍તા રોકો આંદોલન અને આત્‍મ વિલોપનની પણ ચિમકી ઉચ્‍ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here