શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરામાં ઘરમાં પાણી ઘુસ્યા હતા અને લોકોએ પહેલા માળે જતા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગત રાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરત પણે મેઘાના મંડાણ થઈ રહ્યા છે. જ્યાં 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા. જેને પગલે વાહનો ડૂબ્યા હતા અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.આ અંગે RMCના વોટર વર્કસ શાખાના એડિશનલ સીટી એન્જીનીયર રાજકોટ મનપા વિસ્તારમાં આવેલ 4 અન્ડરબ્રિજ પૈકી 1 એવો રેલનગરનો અન્ડર બ્રિજ બંધ કરેલા છે.

Visit Saurashtra Kranti Homepage here
રેલનગર અન્ડર બ્રિજમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા હાલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મહત્તમ કેપેસીટીથી પમ્પીંગ કરી પાણી ઉલેચવાની કામગીરી તમામ બ્રિજ પર કરવામાં આવી રહી છે. અને હજુ પણ 6 થી 7 કલાક સુધી રેલનગર અન્ડર બ્રિજ પરથી વાહનોની અવરજવર નહિ થઇ શકેરાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.
Read About Weather here
ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. પ્રિ-મોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here