77 વર્ષની મહિલાએ 17 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન

77 વર્ષની મહિલાએ 17 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન
77 વર્ષની મહિલાએ 17 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન
ગેરી અને અલ્‍મેડા કહે છે કે તેમને તેમના સંબંધો અંગે કોઈ અફસોસ નથી, કારણ કે અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. અમેરિકામાં રહેતા એક કપલની ઉંમરમાં ૫૩ વર્ષનું અંતર છે. ૨૪ વર્ષીય ગેરી અને ૭૭ વર્ષીય અલ્‍મેડાના લગ્ન ૨૦૧૫માં થયા હતા. જો કે લોકો તેને આ સંબંધને લઈને ટ્રોલ કરતા રહે છે, પરંતુ કપલ તેની પરવા નથી કરતું.  આવો જાણીએ આ કપલની કહાની..‘મિરર’ના અહેવાલ મુજબ, આ જોડી પહેલીવાર ૨૦૧૫માં અલ્‍મેડાના પુત્ર રોબર્ટના અંતિમ સંસ્‍કાર વખતે મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તે સમયે ગેરી ૧૭ વર્ષના હતા, જયારે અલ્‍મેડા ૭૧ વર્ષના હતા. આ પહેલી મુલાકાત પછી ગેરી અને અલ્‍મેડા વચ્‍ચે વાતચીત શરૂ થઈ. બંનેની મિત્રતા થઈ અને ૧૫ દિવસ પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.આ કપલ વચ્‍ચે ઉંમરનું અંતર ઘણું વધારે છે. જયારે ગેરી હાલમાં ૨૪ વર્ષનો છે, જયારે અલ્‍મેડા ૭૭ વર્ષનો છે. તે કહે છે કે તેનું લગ્નજીવન આસાન નથી રહ્યું.

તેઓએ એવા લોકોને છોડી દીધા જેઓ તેમના સંબંધોને ટેકો આપતા નથી. ગયા ઓક્‍ટોબરમાં, તેઓએ તેમની છઠ્ઠી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી.આ અંગે ગેરી કહે છે કે તેમનું લગ્ન જીવન અદ્‌ભૂત છે અને તેમની કેમેસ્‍ટ્રી સારી છે. અલ્‍મેડા વિશે ગેરી કહે છે – ‘તે મારી જીવનસાથી છે.’ અલ્‍મેડા પણ ગેરી સાથે લગ્ન કરીને ખુશ છે. તે કહે છે કે જીવનમાં એવું કરવું જોઈએ જે તમને ખુશ રાખી શકે.

Read About Weather here

પોતાના લગ્ન વિશે ૨૪ વર્ષીય ગેરી કહે છે- ‘અમારા લગ્ન સારા અને લાંબા સમય સુધી રહ્યા છે.’ જો કે, દંપતીના પરિવાર અને મિત્રોના ઘણા લોકોએ તેને યોગ્‍ય માન્‍યું ન હતું. ઓનલાઈન યુઝર્સ પણ તેને ટ્રોલ કરતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here