આજની નવી પેઢી અને બાળકોને ચિત્તા નામનું પ્રાણી એટલે શું તેની કદાચ તસ્વીરોથી ખબર પડતી હશે. વન્ય જીવનની આ બહુમૂલ્ય પ્રજાતિ સમાન ચિત્તાની જાતિ ભારતમાં 70 વર્ષ પહેલા લુપ્ત થઇ ગઈ હતી. પરંતુ ફરી એકવાર ભારતનાં અભયારણ્યમાં મહાલવા માટે આ ભવ્ય વન્યજીવનું દેશમાં આગમન થઇ રહ્યું છે. દ.આફ્રિકાથી પાંચથી 6 ચિત્તા વિમાન માર્ગે ભારત લાવવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ માસમાં ચિત્તાને મધ્યપ્રદેશનાં કુનો નેશનલ પાર્કમાં લાવીને વસાવવામાં આવશે. વન્યજીવનું આટલી મોટી સંખ્યામાં એક ઉપખંડમાંથી બીજા ઉપખંડમાં લઇ જવાની કામગીરી પહેલીવાર થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
દ.આફ્રિકા સાથે આ અંગે કરાર થઇ ગયો છે અને તમામ પ્રક્રિયા તથા તૈયારીઓ પરીપૂર્ણ કરી લેવામાં આવ્યા છે. હવે વિદેશ મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ છે. પર્યાવરણ મંત્રાલયની ટીમ પહોંચી ગઈ છે. 15મી જૂને દ.આફ્રિકાથી વન્યજીવ નિષ્ણાંતો ભારત આવશે અને ચિત્તાનાં ટ્રાન્સફર અંગેની તૈયારીઓનું નિરીક્ષણ કરશે અને કુનો નેશનલ પાર્કની પણ મુલાકાત લઇ ચિત્તાનાં વસવાટનાં સ્થળોની સમીક્ષા કરશે. છેલ્લા 1947 માં કોરિયા પ્રદેશનાં મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘદેવ દ્વારા ભારતમાં બચેલા ત્રણ ચિત્તાનો શિકાર કરી નખાયા બાદ દેશમાંથી આ વન્યપ્રાણી લુપ્ત થઇ ગયું હતું.
Read About Weather here
સતત શિકાર અને વસવાટનાં ઓછા થતા વિસ્તારને કારણે ભારતમાંથી ચિત્તો અલોપ થઇ ગયો હતો. એટલે ઘણા દાયકાઓથી સરકારમાં ચિત્તાને ફરી ભારત લાવી જંગલોમાં છોડી મુકવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ યોજનાને મંજૂરી આપી હતી. ચિત્તાનાં વસવાટ માટે 6 સ્થળો રાજસ્થાનનાં મુકુનદરા ટાઈગર રીઝર્વ અને શેરગઢ અભયારણ્ય, ગાંધીનગર વન્યજીવ અભયારણ્ય તેમજ મધ્યપ્રદેશનાં કુનો નેશનલ પાર્ક, માધવ નેશનલ પાર્ક તથા નૌરાદેહી અભયારણ્યની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ચિત્તાનાં વસવાટ માટે કુનો પાર્ક સર્વોતમ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. આવનારા દાયકાઓમાં વધુ 35 થી 40 ચિત્તા વિદેશથી લાવીને અહીં વસાવવાનું આયોજન છે. એટલે આજની એશિયાઈ સિંહ દર્શનની જેમ ચિત્તાને નિહાળવાનો રોમાંચ પણ માણી શકશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here