બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત જ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે સ્થિત સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ
જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
આ અંગે વાત કરતા વડોદરાના રાજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેઓ વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા હતા.
એ સમયે આણંદ જિલ્લાથી થોડે આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. મેં આ અંગે વાહનમાંથી નીચે ઉતરીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું
કે, સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેઓએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
Read About Weather here
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી જેવા તહેવારોને લઈને લોકો જણસો લઈ જતા હોય લૂંટના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here