કોરોના મહામારી સમયનાં એ દ્રશ્યો આપણા માનસપટ્ટ પરથી કદી ભૂંસાવાના નથી. કોરોના મહામારી સમયે ટપોટપ લાશો પડી રહી ત્યારે દર્દીઓ માટે સંજીવની બનેલા રેમડેસિવિર ઇન્જેક્શન આજે ધૂળ ખાઈ રહ્યા છે. કોરોનાએ વિદાઈ લીધા બાદ માંગ એકદમ ઘટી ગઈ હોવાથી અંદાજે રૂ.600 કરોડની કિંમતનું રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો નાશ કરવો પડે તેવી નોબત આવી ગઈ છે. પરિણામે ફાર્મા કંપનીઓને અંદાજે રૂ.600 કરોડનું પ્રચંડ નુકશાન થવાની ભીતિ છે.
Visit Saurashtra Kranti Homepage here
લગભગ 60 રેમડેસિવિર ઇન્જેક્શનનાં વાયલ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. આવતા વર્ષે તેની વપરાશની તારીખ પણ પૂરી થઇ જશે. એટલે એક્ષ્પાઈરી ડેટનાં રૂ.600 કરોડની કિંમતનાં ઇન્જેક્શન, રૂ.200 કરોડનો અન્ય સંલગ્ન સામાન અને દવાઓનો નાશ કરવો પડશે. સંજીવની આજે ખૂદ મૃતપ્રાય: દશામાં આવી ગઈ છે તેમ ફાર્મા સ્યુટીકલ કંપનીનો એક અહેવાલ દર્શાવે.મુંબઈ સ્થિત બીડીઆર ફાર્માનાં ચેરમેન ધર્મેશ શાહે જણાવ્યું હતું કે, માર્ચ 2020 માં ઘણી ઓછી કંપનીઓએ રેમડેસિવિરનું ઉત્પાદન કર્યું હતું. ગયા વર્ષ સુધી ઇન્જેક્શનની ભારે માંગ હતી. એટલે પૂરતા જથ્થા માટે તમામ ફાર્મા કંપનીઓએ વેગપૂર્વક ઉત્પાદન કર્યું હતું.
Read About Weather here
પરંતુ અત્યારે 60 લાખ ઇન્જેક્શન વાયલ આઉટઓફ ડેટ થઇ ગયા છે. કાબુમાં હોવાથી હવે તેની જરૂર નથી. તેમણે માહિતી આપી હતી કે, કોવિડને ધ્યાનમાં રાખીને દવા અને ઇન્જેક્શનોનો સ્ટોક કરવામાં આવ્યો હતો. રૂ.800 થી 1 હજાર કરોડનો કોરોના ઇન્જેક્શન અને દવાઓનો સ્ટોક હજુ વણવપરાયેલો પડ્યો છે. જેમાં રેમડેસીવીર, લિપોસોમાલ-બી ઇન્જેક્શન, ફાવી પીરાવીર ટેબલેટ, મોલનુપીરાવીર ટેબલેટ વગેરે જથ્થાનો સમાવેશ થાય છે. તમામ જંગી નુકશાન દવા કંપનીઓએ જ સહન કરવું પડશે. 2023 સુધીમાં રેમડેસીવીરનાં તમામ જથ્થાનો નાશ કરવો પડશે. અત્યારે વિશ્વમાં પણ રેમડેસીવીરની માંગ નથી. એટલે જથ્થાના નાશ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આપણા દેશમાં સિપ્લા, ડો.રેડી લેબોરેટરી, ઝાયડસ લાઈબસાયન્સ, માઈલાન વગેરે કંપનીઓએ મોટાપાયે રેમડેસીવીરનું ઉત્પાદન કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here