80 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા 6 વર્ષના બાળકને બચાવી શકાયા નહીં

6 વર્ષના ઋત્વિકને બચાવી શકાયો નહીં
6 વર્ષના ઋત્વિકને બચાવી શકાયો નહીં
સેના અને NDRFએ 8 કલાક બાદ 6 વર્ષના બાળકને બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો અને ગંભીર સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પંજાબના હોશિયારપુર જિલ્લાના ગદ્દીવાલા વિસ્તારના બૈરામપુર ચંબોવાલ ગામમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ઋત્વિકને બચાવી શકાયો ન નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જિલ્લા વહીવટીતંત્રને પીડિત પરિવારને તાત્કાલિક 2 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. CM માને સોશિયલ મીડિયા પર પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.ડૉક્ટરોએ કહ્યું કે ઋત્વિકને બોરવેલમાંથી બહાર કાઢવા આવ્યો તેના આશરે એક કલાક અગાઉ જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેને કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું, પરંતુ શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

80 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા 6 વર્ષના બાળકને બચાવી શકાયા નહીં વર્ષના

ત્યાર બાદ ઋત્વિકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.બોરવેલમાં પડી ગયેલા ઋત્વિકના માતા-પિતા ખેતરોમાં કામ કરતાં હતાં. જ્યારે કૂતરો ઋત્વિકની પાછળ દોડ્યો તો તે ચીસો પાડીને બોરવેલ તરફ ભાગ્યો. નજીકના ખેતરોમાં કામ કરતા લોકોએ ઋત્વિકની બૂમો સાંભળી હતી. લોકોએ કૂતરાને ભગાડવા માટે અવાજ પણ કર્યો, પરંતુ ઋત્વિક તેમની નજર સામે બોરવેલમાં ગરકાવ થઈ ગયો. આ જોઈને લોકો સાવચેત થઈ ગયા અને તાત્કાલિક આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. કૂતરાથી બચવા માટે ઋત્વિક દોડતી વખતે ખેતરોમાં સ્થિત બોરવેલની અઢી ફૂટ ઉંચી પાઇપ પર ચઢી ગયો હતો. બાળકના વજન સાથે, કોથળો ધીમે ધીમે જ્યાં પાણી હતું ત્યાં સુધી પહોંચ્યો. કલાકો સુધી સતત પાણીમાં રહેવાના કારણે બાળકના હાથ-પગ સફેદ થઈ ગયા હતા.બાળકને બહાર કાઢવા માટે બે પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ખેતરમાં JCB મશીન વડે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે બીજીબાજુ બોરવેલમાં દોરડાની મદદથી બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

80 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા 6 વર્ષના બાળકને બચાવી શકાયા નહીં વર્ષના

અંતે તેને દોરડાની મદદથી જ બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે બચાવ ટીમોએ બાળકને કઈ ટેકનિકથી બહાર કાઢવું ​​તે નક્કી કરવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બોરવેલ ઉપર નક્કર કવર ન હતું.બાળકની સ્થિતિ જાણવા માટે બોરવેલમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. તે સમયે ઋત્વિક બેભાન દેખાયો હતો. તેને બચાવવા માટે સેનાની વિશેષ ટીમ બોલાવવામાં આવી હતી. NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઘિયાલા ગામમાં શ્રમિકનો આ દીકરો માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે.આ અગાઉ ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી સામાજિક સંસ્થાઓએ તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યા હતા અને બોરવેલની અંદર ઓક્સિજન ગેસ છોડ્યો હતો જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. પણ થોડી વાર બાદ તેનો અવાજ બંધ થઈ ગયો હતો.ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ઘટના બાદ થોડા સમય સુધી બોરવેલમાંથી ઋત્વિકનો અવાજ આવતો રહ્યો. તે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.

80 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા 6 વર્ષના બાળકને બચાવી શકાયા નહીં વર્ષના

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here