હંસલ મહેતાએ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. ‘સ્કેમ’ ફૅમ ડિરેક્ટર હંસલ મહેતાએ 54 વર્ષની ઉંમરમાં પોતાની લિવ ઇન પાર્ટનર સાથે કેલિફોર્નિયામાં લગ્ન કર્યા છે હંસલ મહેતા તથા સફીના હુસૈન 17 વર્ષ લિવ ઇનમાં રહ્યા હતા.હંસલ મહેતાએ લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ’17 વર્ષ બાદ બે લોકોએ પોતાના દીકરાઓને મોટા થતાં જોયા અને પોતાના સપનાની પાછળ ભાગતાં અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જીવનમાં દર વખતની જેમ અચાનક અને આયોજન વગર જ આ લગ્ન કર્યાં. જોકે, અમારી પ્રતિજ્ઞાઓ સાચી હતી. અંતે પ્રેમ તમામ બાબતો પર હાવી થઈ જાય છે.
Visit Saurashtra Kranti Homepage here



‘હંસલ મહેતા ભૂરા રંગના બ્લેઝર તથા સફેદ ટી શર્ટમાં જોવા મળ્યા હતા, જ્યારે સફીના ગુલાબી રંગના સલવારમાં હતી. હંસલ મહેતાની આ પોસ્ટ પર પ્રતીક ગાંધી, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિંહા, રાજકુમાર રાવ, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.29 એપ્રિલ, 1968માં મુંબઈમાં મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં જન્મેલા હંસલ મહેતાએ કમ્પ્યુટર.એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી હતી. હંસલ મહેતાએ સુનીતા સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્નથી તેમને બે દીકરાઓ જય તથા પલ્લવ છે. સુનીતાને ડિવોર્સ આપ્યા બાદ હંસલ મહેતા એક્ટર યુસુફ હુસૈનની દીકરી સફીનાને ડેટ કરવા લાગ્યા હતા. બંને પછી લિવ ઇનમાં રહેતા હતા. આ દરમિયાન તેમને બે દીકરીઓ કિમાયા તથા રેહાના જન્મી હતી.



Read About Weather here



હંસલ મહેતાએ 1993માં ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ટીવી શો ‘ખાન ખઝાના’ ડિરેક્ટ કર્યો હતો. 1999માં ‘જયતે’ ફિલ્મ ડિરેક્ટ કરીને બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. છેલ્લે 2020માં તેમણે ફિલ્મ ‘છલાંગ’ ડિરેક્ટ કરી હતી. હવે તે ફિલ્મ ‘ફરાઝ’ તથા ‘દેઢ બીઘા જમીન’ પર કામ કરી રહ્યા છે. આ સિરીઝ સ્ટૅમ્પ કૌભાંડ કરનાર તેલગી પર આધારિત છે.વેબ સિરીઝની વાત કરીએ તો 2020માં આવેલી ‘સ્કેમ 1992’ સુપરડુપર હિટ રહી હતી. હાલમાં જ તેમણે ‘સ્કેમ 2003’ની જાહેરાત કરી છે.


Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here