52 વર્ષની ઉંમરમાં સાચો પ્રેમ મળ્યો…!

52 વર્ષની ઉંમરમાં સાચો પ્રેમ મળ્યો…!
52 વર્ષની ઉંમરમાં સાચો પ્રેમ મળ્યો…!
લોકો તેમના આ પગલાના વખાણ કરી રહ્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સાચો પ્રેમ કોઈપણ ઉંમરે મળી શકે છે. આવા જ એક કિસ્સામાં મુંબઈમાં એક દીકરા અને પુત્રવધુએ પોતાની વિધવા માતાના લગ્ન કરાવ્યા છે.  52 વર્ષની વિધવા આ ઉંમરે એકલતા અનુભવતી હતી. જેને જોઈને દીકરા અને પુત્રવધુએ તેમના લગ્ન કરાવ્યા.દુબઈમાં રહેતા જિમિત ગાંધીએ લિંક્ડઈન પર પોસ્ટ લખીને પોતાની માતાની બહાદુરીની પ્રશંસા કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે જણાવ્યું કે 2013માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પછી 2017માં માતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું. કોવિડના સમયે તે કોરોનાવાઈરસથી પણ સંક્રમિત થઈ. પરંતુ તેણે હાર ન માની. તે કેન્સર અને કોવિડથી સંપૂર્ણ રીતે સાજી થઈ ચૂકી છે અને હવે તેણે પોતાનો નવો જીવનસાથી પણ પસંદ કર્યો છે.52 વર્ષના કામિની ગાંઘી ઘણા સમયથી એકલતા અનુભવી રહ્યા હતા. તેમના બાળકો બહાર કામ કરે છે. કામિની લાંબા સમયથી બીમારીઓથી પણ પરેશાન હતા.

આવી સ્થિતિમાં તેમણે નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. એક જૂના પારિવારિક મિત્ર સાથે તેમને પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં કામિનીએ દુનિયાના ડરથી આ વાત કોઈને કહીં નહીં. પછી તેમણે ડરતા-ડરતા આ વાત પોતાની પુત્રવધુ સાથે શેર કરી. પછી તેમના દીકરાને પણ આ વાત જણાવી. સારી વાત એ હતી કે તેમના આ સંબંધોનો કોઈએ વિરોધ ન કર્યો.

Read About Weather here

ગત 14 ફેબ્રુઆરીએ બંને મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.દીકરાની પોસ્ટ પર લોકો માતા અને દીકરા બંનેની હિંમતના વખાણ કરી રહ્યા છે. સાથે જ લોકો તેમને લગ્ન અને નવા જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.દીકરા-પુત્રવધુએ મળીને તેમના લગ્ન કરાવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here