502 રૂપિયામાં ખરીદેલી ખુરસી 16.32 લાખમાં વેચાઈ…!

502 રૂપિયામાં ખરીદેલી ખુરસી 16.32 લાખમાં વેચાઈ...!
502 રૂપિયામાં ખરીદેલી ખુરસી 16.32 લાખમાં વેચાઈ...!
જોકે એક વેલ્‍યુઅરના ધ્‍યાનમાં આવ્‍યું હતું કે આ ખુરસી વિયેના, ઓસ્‍ટ્રિયામાં ૨૦મી સદીની શરૂઆતની અવંત-ગાર્ડે આર્ટ સ્‍કૂલની છે, જે ૧૯૦૨માં ઓસ્‍ટ્રિયન પેઇન્‍ટર કોલોમન મોસરે ડિઝાઇન કરી હતી. ઈસ્‍ટ સસેક્‍સના બ્રાઇટન ખાતેની જન્‍ક શોપમાંથી માત્ર પાંચ પાઉન્‍ડ (લગભગ ૫૦૨.૨૭ રૂપિયા)માં ખરીદીને તેને ઘરે

Visit Saurashtra Kranti Homepage here

લઈ જવા સુધી દુકાનદારે ખુરસીની તેની અસામાન્‍ય ડિઝાઇનની નોંધ લીધી નહોતી.એસેક્‍સના સ્‍વોર્ડર્સ ઓક્‍શનર સ્‍ટેનસ્‍ટેડ માઉન્‍ટફિચેટ દ્વારા ખુરસી વેચાણ માટે રજૂ કરવામાં આવી હતી, જેને ઓસ્‍ટ્રિયન ડીલરે ટેલિફોન પર ૧૬,૨૫૦ પાઉન્‍ડ (લગભગ ૧૬,૩૨,૩૮૭.૨૫ રૂપિયા)માં ખરીદી હતી.

નેતરની ખુરસીનું સૌપ્રથમ મૂલ્‍યાંકન કરનાર જોન બ્‍લેકે કહ્યું કે વિક્રેતાએ ખુરસી વિશે સંશોધન કર્યું હતું, પરંતુ તે ચોક્કસ નહોતો એથી તેણે વિયેના સેસેશન ચળવળના નિષ્‍ણાત ડોક્‍ટર ક્રિશ્ચિયન વિટ-ડોરિંગ સાથે વાત કરી હતી, જેમણે સમર્થન આપ્‍યું હતું.

Read About Weather here

ખુરસીના પાછળના ભાગમાં વેબિંગની ચેકરબોર્ડ જેવી ગ્રિડ એનું મુખ્‍ય સુશોભન છેતેમના જણાવ્‍યા અનુસાર  આ ખુરસી એ વિયેના સેસેશન ચળવળની કલાત્‍મક સિદ્ધિઓનું મુખ્‍ય ઉદાહરણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here