સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઈ-ચલણ પ્રોજેક્ટની દયાજનક હાલત
રાજકોટમાં ટ્રાફિક ગુના બદલ 23.57 લાખ ઈ-ચલણ ફટકારાયા; વસુલાત ખૂબ જ મામુલી: 26 કરોડ વસુલાયા, રૂ.147.58 કરોડ બાકી; રાજ્યભરમાં લોકોને ટ્રાફિક નિયમ ભંગનાં દંડ ફટકારાયા છતાં શહેરીજનો દંડ ભરવામાં ઉદાસીન
ટ્રાફિકનાં નીતિનિયમોનાં ભંગ બદલ વાહન ચાલકોને દંડ ફટકારવાની પ્રક્રિયા ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક બને એ માટે પાંચ વર્ષ અગાઉ ગુજરાતમાં શરૂ કરાયેલો ખૂબ જ મહત્વકાંક્ષી ઈ-ચલણ પ્રોજેક્ટ દયાજનક દશામાં મુકાઇ ગયો છે.
પશ્ર્ચિમી દેશો જેવી ટ્રાફિક દંડની યોજના શરૂ તો કરાઈ છે પણ નિયમભંગ કરનારા જેટલાને ઈ-ચલણ ફટકારાયા છે એ પૈકીનાં 85 થી 90 ટકા વાહન ચાલકોએ દંડ ભર્યો જ નથી અને આ બાકી રકમનો આંકડો વધીને રૂ.500 કરોડ પર પહોંચી ગયો છે. એટલે કે દંડની એટલી રકમ કસુરવારો પાસેથી લેવાની બાકી રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
આટલા જંગી પ્રમાણમાં દંડની વસુલાત થઇ ન હોવાથી આ પ્રોજેક્ટનાં પૈડામાંથી હવા નીકળી ગઈ હોય તેવું દેખાય છે. આ આખી પધ્ધતિ અત્યંત બિનઅસરકારક પુરવાર થઇ રહી છે. કસુરવારોને ઝડપી લઇ દંડ પાછળથી વસુલવા માટેની કોઈ વ્યવસ્થા કે માળખું અત્યારે તૈયાર નથી. સૌથી વધારે કસુરવાન મહાનગરોનાં વાહન ચાલકો જણાયા છે. જ્યાં 85 થી 90 ટકા લોકોએ ટ્રાફિકનો દંડ ભર્યો જ નથી અને ઈ-ચલણ ગજવામાં સેરવીને ભૂલી જાય છે.
રાજકોટ મહાનગરમાં ગત સપ્ટેમ્બર- 2017 થી ઈ-ચલણ પ્રોજેક્ટ શરૂ થયો હતો. ટ્રાફિક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં એટલે કે 4 વર્ષમાં 23.27 લાખ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. રૂ.26 કરોડનો દંડ વસુલાયો છે અને રૂ.147.58 કરોડ જેટલી દંડની રકમ વસુલ કરવાની બાકી રહે છે.
ટ્રાફિક પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દંડ વસુલ કરવા માટે હાલ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. ઘણીવખત આરટીઓમાં નોંધાયેલું સરનામું પણ યોગ્ય હોતું નથી અથવા ખોટું હોય છે. કસુરવારોનાં મોબાઈલ નંબર પણ મળતા નથી. ઘરે- ઘરે જઈને દંડ વસુલી શકાય એટલો સ્ટાફ નથી. રાજકોટમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાનાં ઘરે દંડની પાવતી પહોંચી જાય એ માટે તમામ સિગ્નલ અને જાહેરમાર્ગો પર 500 જેટલા કેમેરા ગોઠવાયેલા છે.
લાલ લાઈટનાં નિયમનો ભંગ કરનારને હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ પરથી ઓળખી લેવાય છે. જેના થકી વાહન માલિકની ઓળખ મળે છે. શહેરમાં ભારે ગીદડી અને ટ્રાફિક હોય ત્યારે બેફામ ડ્રાઈવિંગ, ખોટા પાર્કિંગ કરનારા પર કંટ્રોલરૂમમાંથી નજર રાખીને તેની તસ્વીરો લઇ લેવામાં આવે છે. સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે.
Read About Weather here
ડાયમંડ સિટીમાં 720 કેમેરા લગાડેલા છે. રૂ.139 કરોડ જેટલી દંડ રકમનાં ચલણ અપાયા છે. એમાંથી વસુલ માત્ર 20 કરોડ થયા છે. સ્પીડ પોસ્ટથી ઈ-ચલણ વાહન માલિકોને ત્યાં મોકલવામાં આવે છે. પણ ઘણીવખત આરટીઓમાં પણ સરનામા યોગ્ય રીતે અપાયા નથી હોતા અથવા તો અધુરા અપાયા હોય છે. પોલીસ એવું સુચવી રહી છે કે વાહન માલિકોનાં મોબાઈલ નંબર મળી જાય તો વધુ સરળતા રહેશે. માલિકોને મેસેજ પણ મળી જશે અને દંડ વસૂલવા માટે સંપર્ક કરવાનું પણ પોલીસ માટે વધુ આસાન બનશે.
અમદાવાદમાં પાંચ હજાર કેમેરા ગોઠવાયેલા છે. કુલ રૂ.253 કરોડનાં ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી માત્ર રૂ.54.47 લાખનો દંડ વસૂલ કરી શકાયો છે. શહેરમાં અવારનવાર પોલીસ ઝુંબેશ શરૂ કરે છે અને પેન્ડીંગ દંડ વસૂલવાની કાર્યવાહી કરતી હોય છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here