3 સગી બહેનોએ એક જ યુવકને પ્રપોઝ કર્યું…!

3 સગી બહેનોએ એક જ યુવકને પ્રપોઝ કર્યું…!
3 સગી બહેનોએ એક જ યુવકને પ્રપોઝ કર્યું…!
સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે ત્રણેય યુવતીઓ સાથે એક જ સમયે અને એક જ દિવસે લગ્ન કર્યાં હતાં.ત્રણ સગી બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિનું નામ લુવિઝો છે. આફ્રિકાના દેશ કોંગોમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધાં છે! તે ત્રણેયને એક જ વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને પછી બહેનોએ શરત રાખી કે યુવકે ત્રણેયની સાથે લગ્ન કરવા પડશે. હવે ત્રણ યુવતી સાથે એકસાથે લગ્ન કરીને આ વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેની ઉંમર 32 વર્ષની છે. તે આફ્રિકન દેશ કોંગોનો રહેવાસી છે. લુવિઝોએ નતાલી, નતાશા, અને નાદેગે નામની ત્રણ સગી બહેનો સાથે એક સાથે લગ્ન કર્યાં. લુવિઝોની મુલાકાત સૌથી પહેલાં નતાલી સાથે થઈ હતી, અને બાદમાં તે તેની અન્ય બે બહેનોને મળ્યો અને બાદમાં તેમના પ્રેમમાં પડી ગયો. નતાલીની બહેનો પણ લુવિઝોના પ્રેમમાં પડી ગઈ. આમ, બાદમાં ત્રણ બહેનોએ લુવિઝોની સાથે લગ્ન માટે એકસાથે પ્રસ્તાવ મૂક્યો હતો.

Read About Weather here

લુવિઝોએ જણાવ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ નહોતો કેમ કે તેણી સામે શરત રાખવામાં આવી હતી કે તેને ત્રણેય બહેનોની સાથે લગ્ન કરવા પડશે તે પણ એક જ દિવસે. આ નિર્ણય લેવો તેના માટે મુશ્કેલ હતો. જો કે યુવક લગ્ન માટે ના ન પાડી શક્યો કેમ કે તે ત્રણેયને ચાહતો હતો.લુવિઝોએ કહ્યું કે, ‘અમારા પરિવારના સભ્યો આ સંબંધથી નાખુશ હતા. .લુવિઝો કહે છે કે, ‘હું ત્રણેય સાથે લગ્ન કરીને ખુશ છું. અન્ય લોકો શું વિચારે તેનાથી મને ફરક નથી પડતો. હું એટલું જ કહી શકું છું કે પ્રેમને કોઈ સીમા નથી હોતી.’લુવિઝોના કહેવા પ્રમાણે- ‘મારા માતા-પિતા સમજી શક્યા નહીં કે હું શું કરી રહ્યો છું. તેમણે આ બહુપત્નીત્વ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here