24 વર્ષની ઉંમરે 21 બાળકોને જન્મ આપ્યો…!

24 વર્ષની ઉંમરે 21 બાળકોને જન્મ આપ્યો...!
24 વર્ષની ઉંમરે 21 બાળકોને જન્મ આપ્યો...!

‘ડેઇલી મેઈલ’ ના રિપોર્ટ મુજબ ક્રિસ્ટીના ઓજટર્ક જયોર્જિયાના કરોડપતિ વ્યકિત ગેલીપની પત્ની છે. ઓઝટર્ક દંપત્ત્િ।એ ગત વર્ષ માર્ચ અને તે વર્ષ જુલાઈ વચ્ચે સરોગેટ્સ દ્વારા માતા પિતા બનવા માટે ૧૪૨,૦૦૦ પાઉન્ડ એટલે કે  ૧,૪૬,૭૮,૧૫૬ રૂપિયા ખર્ચો કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

બંનેનું કહેવું છે કે પૈસાથી તેમને એવી ખુશી મળી, જે હંમેશા તેમની સાથે રહેશે. ‘બાળકો તો બે જ સારા’ જયોર્જિયાની રહીશ ક્રિસ્ટીના ઓઝટર્ક તેના પર જરાય વિસ કરતી નથી. કારણ કે તે ૨૪ વર્ષની ઉંમરે ૨૧ બાળકોની માતા બની ગઈ છે. એટલું જ નહીં તેણે તેના ૨૧ બાળકોની સાર સંભાળ માટે ૧૬ આયાને કામે લગાડી છે.

મૂળ રીતે રશિયાની ક્રિસ્ટીનાના ઘરમાં રહેતી ૧૬ આયા પર દર વર્ષે ૯૬,૦૦૦ ડોલર એટલે કે ૭૨,૦૮,૨૬૫ રૂપિયા ખર્ચો થાય છે. આ તમામ આયા બાળકોની દેખભાળ માટે ૨૪ કલાક કામ કરે છે.

આથી આ આયાનો ખર્ચો પણ ક્રિસ્ટીના અને તેના પતિએ ઉઠાવવો પડે છે. ક્રિસ્ટીનાના પતિને પહેલી પત્નીથી બે બાળકો છે. બધા મળીને એક જ ઘરમાં એક  છત નીચે ૨૩ બાળકો રહે છે. 

ક્રિસ્ટીના ભારપૂર્વક કહે છે કે તે એક વ્યવહારું માતા છે. તેણે કહ્યું, હું દરેક સમયે બાળકો સાથે રહુ છું, એક માતા જે કરે તે બધુ જ કરું છું. અંતર ખાલી બાળકોની સંખ્યાનું છે. પ્રત્યેક દિવસ અલગ હોય છે, સ્ટાફ શિડ્યૂલની યોજનાથી લઈને મારા પરિવાર માટે ખરીદી સુધી બધુ હું કરુ છું.

Read About Weather here

તે પોતાના વીડિયોમાં મોટાભાગે બાળકોનું ભોજન તૈયાર કરવા અને તેમની સાથે રમતી જોવા મળે છે ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ પર તેના દૈનિક જીવન અંગે જાણકારી શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને ૧૬૦૦૦૦ લોકો ફોલો કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here