233 સફાઈ કામદારોનાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા
મનપામાં ફરજ બજાવતા 3 કર્મીઓને ઉપલા સંવર્ગમાં બઢતી

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ડી.પી.સી. કમિટીમાં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (સિવિલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સંવર્ગમાં ખાલી પડેલ 1 (એક) જગ્યા પર બઢતી આપવામાં આવેલ તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ખાલી પડેલ 2 જગ્યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવેલ.

જે-જે કર્મચારીઓએ મહાનગરપાલિકામાં 12 વર્ષ અને 24 વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-03 ના કુલ-13 કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ 04 ના કુલ-20 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ 12 અને 24 વર્ષના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-233 સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરવામાં આવેલ તથા

જે સફાઇ કામદારોનું અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટી દ્વારા સમીક્ષા કરતા કુલ 09 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલ.

Read About Weather here

આમ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ- 3 કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-266 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ- 9 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here