21 રાજ્યો પાસે મજુરોને આપવાના નાણાં ખલાસ

21 રાજ્યો પાસે મજુરોને આપવાના નાણાં ખલાસ
21 રાજ્યો પાસે મજુરોને આપવાના નાણાં ખલાસ

ગરીબો માટેની મનરેગા શ્રમિક યોજના ખૂબ ગરીબ બની: યુ.પી. જેવા અનેક રાજ્યોમાં મનરેગા મજુરોને નાણા ચૂકવવાના ફાંફા: રાજ્યો કૃત્રિમ માંગ ઉભી કરી રહ્યાનો કેન્દ્રીય અધિકારીઓનો દાવો

દેશનાં શ્રમિકોને પૂરતા પ્રમાણમાં રોજગાર મળી રહે તે માટે ખૂબ જ ચાવીરૂપ અને મહત્વની ગણાતી મનરેગા યોજનાની અનેક રાજ્યોમાં અવદશા થઇ રહી હોવાનું બહાર આવ્યું છે. યુ.પી. જેવા 21 રાજ્યો પાસે મનરેગા મજુરોને ચૂકવવાના નાણાં ખલાસ થઇ ગયા હોવાનું અધિકારી સુત્રોએ જાહેર કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હજુ તો અડધું નાણાંકીય વર્ષ જ પૂરું થયું છે ત્યાં મનરેગાનાં બજેટમાં નકારાત્મક બેલેન્સનું પ્રમાણ રૂ. 8686 કરોડ દેખાયું છે. દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકીનાં 21 રાજ્યો પાસે મનરેગાનું બજેટ રહ્યું નથી. પરિણામે પરિસ્થિતિ ગંભીર બની છે.

આવા રાજ્યોમાં મજુરોને નાણાં ચૂકવી શકાય તેમ નથી. સાધન સરંજામપર ખર્ચ કરવામાં પણ ભારે વિલંબ થઇ શકે છે. શ્રમિકો માટે કામ કરતા સામાજીક કાર્યકરોએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે

કે, અત્યારે આર્થિક મુશ્કેલીઓનો સમય છે ત્યારે વેતનમાં વિલંબ કરીને કેન્દ્ર સરકાર કામદારો પાસે બળજબરીથી મજુરી કરાવી રહી છે. બીજીતરફ કેન્દ્ર સરકારે એવો ખુલાસો કર્યો છે કે, ઘણા રાજ્યો નવા કામની કૃત્રિમ માંગણી ઉભી કરી રહ્યા છે.

મનરેગા યોજનાની જોગવાઈ એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અકુશળ કામદારોને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી આપવાની રહે છે. એ કારણે જ ગયા વર્ષ કોવિડ કાળમાં શ્રમિકો માટે સૌથી વધુ રૂ. 1.11 લાખ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે.

જેના થકી 11 કરોડ મજુરોની રોજીરોટી ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારે હવે 2021-22 નાં બજેટમાં મનરેગાની ફળવાની ઘટાડીને રૂ. 73 હજાર કરોડ કરી નાખી હતી. એ માટે નાણા મંત્રાલય દ્વારા એવું કારણ અપાયું હતું કે હવે રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન રહ્યું નથી.

એટલે જો યોજના માટેનાં નાણાં ખૂટી જાય તો પુરક ફાળવણી કરવામાં આવશે. વર્તમાન મહિનાનાં અંતભાગ સુધીમાં ચુકવણા સહિતનો કુલ ખર્ચ રૂ. 79810 કરોડ તો પહેલેથી થઇ શક્યો છે

અને 21 રાજ્યો પાસે કોઈ બેલેન્સ રહી નથી. યુ.પી. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ર્ચિમ બંગાળ રાજ્યોમાં મનરેગા યોજના લગભગ પડી ભાંગી છે. હજુ વર્ષ પૂરું થયું નથી. ત્યાં મનરેગાનાં કર્યો બંધ કરી દેવા પડ્યા છે.

મજદૂર કિસાન શક્તિ સંગઠને ગરીબ વર્ગોનું શું થશે એવો સવાલ ઉઠાવ્યો છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે વેતન ચૂકવ્યા વગર મજુરો પાસે ધરાર બળજબરીથી શ્રમ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રનાં ગ્રામ્ય વિકાસ મંત્રાલયનાં એક અધિકારીએ કબુલ કર્યું હતું કે મનરેગા માટેનું ફંડ ખલાસ થઇ ગયું છે.

લોકોને કામ મળતું રહેશે. સવાલ એ છે કે, અત્યારે વહેલી ચુકવણી કઈ રીતે કરવી? ફંડ આવ્યા પછી જ મજુરોને ચુકવણી કરી શકાય તેમ છે. જો કે કેન્દ્ર સરકાર રાજ્યો પર દોષનો ટોપલો ઢોળી રહી છે.

Read About Weather here

ઘણા રાજ્યો કૃત્રિમ રીતે મનરેગાનાં કામોની માંગ ઉભી કરી રહ્યા છે. કોંગ્રેસે પણ મનરેગા યોજનાની અવદશા બદલ મોદી સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોદી સરકારની આ પહાડકાય નિષ્ફળતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here