2020 માં 75 હજારથી પણ વધારે લોકોના અકસ્માત થી મોત

2020 માં 75 હજારથી પણ વધારે લોકોના અકસ્માત થી મોત
2020 માં 75 હજારથી પણ વધારે લોકોના અકસ્માત થી મોત

જે રોડ અકસ્માત ૬૦ ટકા છે. એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટ મુજબ ૨૦૧૯ની અપેક્ષા ૨૦૨૦માં રોડ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ૦.૫૨દ્મક ઘટીને ૦.૪૫ (પ્રતિ હજાર વાહન) થઈ ગઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

ભારતમાં તેજ સ્પીડના કારણે ગત વર્ષ રોડ અકસ્માતમાં ૭૫,૩૩૩ લોકોના મોત થયા છે. જયારે ૨ લાખ ૯ હજાર ૭૩૬ લોકો ઘાયલ થયા છે.  સરકારના તાજા આંકડા અનુસાર ૩, ૫૪, ૭૯૬માંથી ૨, ૧૫, ૧૫૯ રોડ દુર્ઘટના વાહનોની ઓવર સ્પીડ હોવાના કારણે થઈ છે.  

ત્યારે રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. ૨૦૧૯માં ૪૬૭૧૭૧ રોડ અકસ્માત થયા જયારે ૨૦૨૦માં આ ઘટીને ૩૬૮૮૨૮ થઈ ગઈ. ૨૦૨૦માં રોડ અકસ્માતોમાં ૧૪૬૩૫૪ લોકોના મોત થઈ ગયા અને ૩૩૬૨૪૮ લોકો ઘાયલ થયા.

પહેલીવાર યુપીમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં ૨૦૨૦માં ૩૦૫૯૦ રોડ અકસ્માત થયા જયારે ૨૦૧૯માં આ સંખ્યા ૪૨૩૬૮ હતી. રોડ અકસ્માતોમાં ઘટાડાના મામલામાં પહેલા નંબર પર તમિલનાડુ છે.

અહીં ૨૦૧૯માં ૫૯૪૯૯ ઘટના થઈ અને ૨૦૨૦માં ઘટી ૪૬૪૪૩ રહી ગયા. બીજા નંબર પર કેરળ છે અહીં ૪૦૩૫૪ થી ઘટી સંખ્યા ૨૭૯૯૮ પર પહોંચી ગઈ. એનસીઆરબીના રિપોર્ટ મુજબ ૨૦૨૦માં સૌથી વધારે દુર્ઘટના વાહનના ઓવર સ્પીડના કારણે થઈ છે.

આ ઉપરાંત બેદરકારી અથવા ઓવર ટેકના કારણે ૮૬૨૪૮ રોડ અકસ્માત થયા છે.  જેમાં ૩૫૨૧૯ લોકોના મોત થયા અને ૭૭૦૬૭ લોકો ઘાયલ થયા છે.

૨૦૨૦માં કુલ રોડ અકસ્માતમાં સૌથી વધારે મોત ૫૮૧૨૦ (૪૩ ટકા) ટુ વ્હીલરના થયા છે. ત્યારે કાર એકિસડેન્ટમાં ૧૭૫૩૮ લોકો (૧૩ ટકા) અને ટ્રક અકસ્માતમાં ૧૬૯૯૩ લોકો (૧૨.૮ ટકા) માર્યા ગયા છે.

જેમાં મહારાષ્ટ્રમાં ટુ વ્હીલરથી ૫૮૭૭(૧૦ ટકા) તો યુપીમાં ૫૭૩૫ (૯ ટકા) લોકો માર્યા ગયા છે. કાર દુર્ઘટનઓમાં યુપી સૌથી આગળ છે. અહીં કુલ કાર ઘટનાઓ ૧૭, ૫૩૮માંથી ૩૧૯૦(૧૮ ટકા) લોકોના મોત થયા છે.

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો એ છે કે દર વર્ષે ઘાયલોની સંખ્યા વધારે હોય છે અને મરનારની ઓછી. પણ પહેલી વખત એવું થયું છે કે ૩ રાજયોમાં રોડ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા ઘાયલોથી વધારે છે.

Read About Weather here

મિઝોરમમાં ૪૭ એકિસડેન્ટમાં ૫૩ લોકોના મોત થયા અને ૪૫ ઘાયલ થયા છે. ત્યારે ઉત્ત્।ર પ્રદેશમાં ૨૮૬૫૩  ઘટનામાં ૧૯૦૩૭ લોકોના મોત થયા જયારે ૧૫૯૮૨ લોકો ઘાયલ થયા છે. પંજાબમાં ૫૧૭૩ દુર્ઘટનાઓમાં ૩૯ ૧૬ લોકોના મોત થયા અને ૨૮૮૧ ઘાયલ થયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here