20થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા

20થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા
20થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા
5 મહિના પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં મોનુની હત્યા તેના જ મિત્રોની નજર સામે થઈ હોવાનું પિતાએ જણાવ્યું હતું. સુરતમાં પાંડેસરા વિજય સિનેમા નજીક ઉત્તરાયણની ઢળતી સાંજે 6-7 હુમલાખોરોએ યુવકને જાહેરમાં 20થી વધુ ઘા મારી પતાવી દીધો હતો.  

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ હુમલાખોરોએ આકાશ નામના યુવકને માર મારી મોપેડ સળગાવી દીધું હતું. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મોનુની લગ્નની વાત ચાલી રહી હતી.

બ્રિજપાલ સિંગ (મૃતક મોનુના પિતા)એ જણાવ્યું હતું કે મોનુ મિલમાં ઓપરેટર હતો. ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો. લગ્નની વાત ચાલી રહી હતી ને ઉત્તરાયણની ઢળતી સાંજે દીકરાને પતાવી દીધો હોવાની જાણ થઈ, જાણે એક પલ માટે હૃદય બેસી ગયું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોનુને જાહેરમાં શરીર પર 15-20 ઘા મારી ક્રૂરતાપૂર્વક મારી નખાયો છે. 5 મહિના પહેલાં મોનુના મિત્ર આકાશ સાથેના ઝઘડામાં મધ્યસ્થી થનાર મોનુને આયોજનપૂર્વક પતાવી દેવાયો છે. મોનુ તો એના મિત્ર રાજા અને નિલેશ સાથે ફરવા નીકળ્યો હતો.

કોને ખબર હતી કે આ મોનુની છેલ્લી સફર હશે. બન્ને મિત્રોની નજર સામે જ હુમલાખોરોએ હત્યા કરી છે. પાંડેસરા વિસ્તાર હવે શ્રમજીવીઓ માટે રહેવાલાયક રહ્યો નથી. ગાલ, મોઢા, ગરદન, પેટ, પીઠ, પગ, થાપો સહિત આખા શરીરને ચીરી નખાયું છે. 10 મિનિટ સુધી હુમલાખોરોએ જાનવરની જેમ ઉપરાઉપરી ઘા માર્યા છે.

Read About Weather here

બસ, પોલીસ હવે ન્યાય અપાવે એ જ આશા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હત્યારો બૂટલેગર છે, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવે છે. હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here