રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન પદે જયેશ રાદડીયા, વાઇસ ચેરમેન તરીકે મગન વડાવીયાની નિયુક્તિ
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પદ્ધતિ લાગું કરવામાં આવી છે અને તેનો અમલ રાજકોટ સહકારી બેન્કના ચેરમેનની નિયુક્તિમાં પણ કરાયો હોવાનું જાણવા મળેલ છે. આજે રાજકોટ સહકારી બેન્કના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે.જેમાં રાજકોટમાં જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાની વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટના આધારે આ નિયુક્તિ કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપના મેન્ડેટ પર રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન નિમવામાં આવ્યા હતા. પૂર્વમંત્રી જયેશભાઈ રાદડીયાની નિમણૂક સહકારી બેન્કના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત કરાઈ હતી.આ ઉપરાંત વાઈસ ચેરમેન તરીકે પણ નિયુક્તિ કરવામાં આવી છે.મગન વડાવીયાની વાઈસ ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે. આ નિમણૂંક અઢી વર્ષ માટે કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. આજે રાજકોટમાં મળેલી ડીરેક્ટરોની બેઠકમાં ચેરમેન અને વાઈસ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મામલે જયેશ રાદડીયા ચેરમેન બનતાની સાથે જ તેમણે કહ્યું કે,ખેડૂતના હિતમા નિર્ણય લઈશું. 2.5 લાખ સભા સદોના હીતમાં નિર્ણય લઈશું.ખેડૂતોના હીત માટે બેંકે યોજનાઓ મુકી છે.બેંક ખેડૂતોની ભાગીદારી બેન્ક છે.ખેડૂતો માટે તેમણે વધુમાં કહ્યું કે,ખેડૂતો માટે બેંકે જે યોજનાઓ બનાવી છે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તે વાત પર તેમને ભાર મૂક્યો હતો. રાજકોટમાં જિલ્લા સહકારી બેન્કના ચેરમેન બનતાની સાથે જ તેમણે તેમના હિતમાં નિર્ણય લેવાની અત્યારથી જ સભા સદોને બાહેંધરી આપી હતી.
Read About Weather here
ઘણા દિવસથી ચર્ચા હતી કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં નવા હોદ્દેદારો તરીકે કોની વરણી કરવામાં આવશે.જો કે,આજે ડીરેક્ટરોની બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો હતો. ખાસ કરીને ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રે વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં પ્રથમ વખત સહકારી વિભાગ પણ ભાજપ સરકાર દ્વારા શરુ કરાયો છે.ત્યારે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ભાજપના મેન્ડેટના આધારે આ વરણી કરવામાં આવી છે.સહકારી ક્ષેત્રે ઘણા કામો પણ બેન્કિંગથી લઈને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વધારવામાં આવ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here