ખંભાળિયામાં મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTV જોતા પૂરપાટ ઝડપે આવેલી કાર સૌ પ્રથમ કોર્નર પરની દુકાનોના શટરમાં અથડાઈ હતી. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ગતરાત્રિએ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. કારચાલકે કોઈ કારણોસર કાબૂ ગુમાવતા કાર દુકાનોમાં અથડાઈ હતી ત્યારબાદ વીજપોલ સાથે ટકરાઈ પલટી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ સમયે નજીકમાં જ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા અને બે બાઈક સવાર પણ પસાર થઈ રહ્યા હતા. જો કે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યાંથી આગળ જઈ રસ્તા પર વીજપોલ સાથે અથડાતા બે થી ત્રણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાના પગલે નજીકમાં જ ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો દોડ્યા હતા.
Read About Weather here
આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે કાર સિવાય રસ્તા પર એક બાઈક પણ જોવા મળી રહ્યું છે. કાર જ્યારે દુકાન સાથે અથડાઈ ત્યારે બાઈક સવાર તેની ખૂબજ નજીક હતા. સદનસીબે કાર દુકાન તરફ જતા બાઈક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો.જો કે, કારચાલક કાર મૂકી નાસી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here