2 કાર વચ્ચે ગમખ્વાર અક્સમાતમાં 2 લોકોના મોત…!

2 કાર વચ્ચે ગમખ્વાર અક્સમાતમાં 2 લોકોના મોત...!
2 કાર વચ્ચે ગમખ્વાર અક્સમાતમાં 2 લોકોના મોત...!

અકસ્માતમાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. પરત ફરતી વખતે સામે આવતી ગાડીનું ટાયર ફાટતા પરિવારની કાર ઉપર પડતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

મહેસાણાના બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં ફતેહખાન બ્લોચ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા.

ફતેહખાન બ્લોચ સગપણ જોવા માટે પોતાના સંબંધી સાહેલ ખાનની કારમાં ગયા હતા. કારમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનું અને મેમુનાબાનું તેમજ ફરીદાબાનું કુલ પાંચ લોકો કારમાં સવાર હતા.

ફતેહખાન બ્લોચ દીકરીનું સગપણ જોઈને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન નંદાસણ નજીક ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય કાર આવી રહી હતી. જે કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાતા બ્લોચ પરિવારની કાર ઉપર પડી હતી.

Read About Weather here

કારના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે કડીમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઈવર બ્લોચ સાહેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here